Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ટંકારાના હરબટીયાળી ગામે હોમ ક્વોરેન્ટીન પીરીયડનો ભંગ કરનાર સામે ગુન્હો નોંધાયો

પોતાના ઘરે હાજર નહિ મળી આવી આવતા પોલીસે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો

ટંકારા : કોરોના મહામારીને પગલે બહારથી આવતા લોકોને હોમ ક્વોરેન્ટીન કરવામાં આવે છે જેમાં ટંકારાના હરબટીયાળી ગામે હોમ ક્વોરેન્ટીન કરેલ આધેડે નિયમનો ભંગ કર્યો હોય જેની સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે

ટંકારાના હરબટીયાળી ગામે મહેશભાઈ પ્રેમજીભાઈ ડાકાએ હોમ ક્વોરેન્ટીન પીરીયડ ૧૪ દિવસનો હોય કોરોના ગાઈડલાઈન નિયમનો ભંગ કર્યો હોય અને આરોપીએ જાણવા છતાં હરબટીયાળી ગામના નવા પ્લોટ વિસ્તારમાં પોતાના ઘરે હાજર નહિ મળી આવી આવતા પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે આરોપી સામે જાહેરનામાં ભંગ તેમજ ગુજરાત એપીદેમિક ડીસીઝ એક્ટ ૨૦૨૦ કલમ ૧૩ (૧) હેઠળ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(12:58 am IST)