Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર, માધાપર – કચ્છ શ્રી ઘનશ્યામ મહારાજનો અમૃત પ્રતિષ્ઠોત્સવ ઊજવાયો...

નગરયાત્રામાં અસંખ્ય ભાવિકોએ શ્રીજીબાપા સ્વામીબાપાના દર્શન કર્યા...

ગરવા ગૂર્જરની સતી, સંતો અને શૂરાની ધીંગી ધરા કચ્છની રાજધાની પાસે આવેલું સમૃદ્ધિમાં આળોટતું એશિયાનું પ્રથમ નંબરનું આદર્શ માધાપર ગામ. આ ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આશ્રિત શ્રી સ્વામિનારાયણ મંદિર ગગન ગોખે વાતો કરતું આસ્તિકો અને શ્રદ્ધાળુનું આસ્થા સ્થાન છે. આ મંદિરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ ખુબ જ દબદબાભેર અને પરમ ઉલ્લાસભેર ઉજવાયો. જેમાં દેશવિદેશના અસંખ્ય હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ અંતર્ગત દુષ્કાળ ગ્રસ્ત ગૌમાતાઓના લાભાર્થે નામાંકિત સંગીત કલાકારો ઓસમાણ મીર, ગીતાબેન રબારી વગેરેની ભજન સંધ્યા, નગરયાત્રા, વચનસુધા, જીવનપ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહપારાયણો, ભાઈઓ તથા બહેનોના શ્રી સ્વામિનારાયણ મંદિરોના પાટોત્સવ, અન્ન્કૂટોત્સવ, સંતવાણી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ...વગેરેનું ભવ્ય અને દિવ્ય અધ્યાત્મસભર આયોજનો કરવામાં આવ્યાં હતા.

(5:56 pm IST)