Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ચિ. વિશાલબાવા સાહેબના નવજાત પુત્રનુ નામકરણ

મુંબઇમાં વલ્લભકુળના નવા વારસદારને 'લાલબાવા'નામ અપાયુ

 જામનગર તા. ૧૩ :.. ગોસ્વામી ચિ. શ્રી ભુપેશકુમારજી (શ્રી વિશાલ બાવા સાહેબ) અને એ. એસ. ઐર્શ્વ્ય-લક્ષ્મી (દીક્ષિતા વહૂજી) ના પુત્રનો નામકરણ સમારંભ આજે બપોરે, તિલકાયત આવાસ, મુંબઇ મુકામે રાખવામાં આવેલ હતો. આજ રોજ વલ્લભકુળના નવા વારસદારને શ્રીલાલ ગોવિંદજી નામ અપાયુ છ.ે તેમનું વ્યવહારિક નામ (અધિકૃત દસ્તાવેજો પર) Adhiraj Goswami.  Dhananjayaadhiraj (raashi)   છે. વૈષ્ણવ સમાજ તેમને પ્રેમથી Lal Bawa. લાલબાવા ના નામથી સંબોધશે.

બાળકને  પરિવાર દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતાં.

એચ. એચ. શ્રીમાન તિલકાયત મહારાજ અને એ. એસ. રાજેશ્વરી બહુજી (જેજે), એ. એસ. પદ્મિની બેટીજી, તેમના પતિ, એ. એસ. પ્રિયમવદા બેટીજી અને તેમના પતિ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવેલ ત્થા સમસ્ત વલ્લભકુળનો વિસ્તૃત પરિવાર પણ આ પ્રસ્તાવમાં ભાગ લેવા માટે મુંબઇ આવેલ અને નવજાતને આશીર્વાદ આપ્યા હતાં.

આજનો આ દિવસ ગો. ચિ. શ્રી વિશાલ બાવા સાહેબ અને એ. એસ. દીક્ષિત વહૂજી ની ૧૦ મી લગ્ન દિનની વર્ષગાંઠ, તેમજ તેમના પ્રથમ સંતાન ચિ. હરિ વલ્લભી (આરાધિકા) રાજાનાં ત્રીજા જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવ્યો.

તેમના પુત્રના નામકરણ સમારંભ પશ્ચાત, તેમના પુત્રની આરતી ઉતારી, તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ રીતે તિલકાયત આવાસમાં ત્રણ ગણી વધાઇ મનાવવામાં આવેલ.

 Chi. Shri Lal Govindji IV નો જન્મ વિક્રમ સવંત ર૦૭પ ચૈત્ર કૃષ્ણ સપ્તમી (ર૭ માર્ચ, ર૦૧૯) નાં રોજ થયો છે. અને તેમની છઠ્ઠી પૂજન મુંબઇમાં ૧ લી એપ્રિલ ર૦૧૯ ના રાખવામાં આવેલ.

Chi. Shri Lal Govindji IV શ્રી વલ્લભચાર્યજીના ૧૯ માં અગ્નિ કુલ વંશ છે.

(3:45 pm IST)