Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

સાયલાના વાટાવચ્છના કોળી ડ્રાઇવરે રાજકોટ શહેરમાં ૪ મોટર સાયકલ ચોર્યાની કબુલાત કરી

સુરેન્દ્રનગરમાં ચોરાઉ હોન્ડા સાથે ઝડપાયો : મોરબીથી ચોરાયેલ મળ્યું

વઢવાણ, તા. ૧૩ : એલ.સી.બી. ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન સાયલા સર્કલ પાસે જી.ઇ.બી. ઓફીસના દરવાજા સામે રોડ ઉપરથી આરોપી દિનેશ લીંબાભાઇ કરશનભાઇ વજકાણી તા. કોળી ઉ.વ.રપ ધંધો ડ્રાઇવીંગ રહે. વાટાવચ્છ તા. સાયલા  ચોરી કે છળકપટથી મેળવેલ એક કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. છે જેની આગળ પાછળ નંબર પ્લેટ નથી કિ.રૂ. ર૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.પ૦૦ મળી કુલ રૂ. ર૦,પ૦૦ના મુદામાલ સાથે મળી આવતા મજકૂર ઇસમની પૂછપરછ કરતા પાંચેક મહિના પહેલા પાંચાભાઇ ઝવેરભાઇ વજકાણી રહે. ઉમાપર તા. સાયલા વાળાએ આ મોટર સાયકલ મોરબી કોઇપણ જગ્યાએથી ચોરી કરી મને રૂ. ૩૦૦૦માં વેચાતું આપેલ હતું એમ કબુલાત આપેલ છે.

મજકૂર આરોપી આજથી બેએક વર્ષ પહેલા રાજકોટ સીટીમાં ચાર મો.સા.ની ચોરીના ગુન્હામાં પોલીસમાં પકડાયેલ છે. ડી.એમ. ઢોલ પો.ઇન્સ. એલ.સી.બી. સુ.નગરનાઓના સીધા સુપરવિઝન હેઠળ એલ.સી.બી. ટીમના વી.આર. જાડેજા, પોલીસ સબ ઇન્સ. તથા હેડ કોન્સ. વાજસુરભા લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા પો.કોન્સ. અમરકુમાર કનુભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અનિરૂદ્ધસિંહ અભેસિંહએ રીતેની ટીમ દ્વારા ઉપરોકત ચોર-મુદામાલ શોધી કાઢી મો.સા. ચોરીનો દેભ ઉકેલેલ  છે.

(3:44 pm IST)