Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

સાયલામાં ર૦ દિવસે પાણી વિતરણથી ભારે આક્રોશ

મુખ્યમંત્રીને રજુઆત છતા પાણી પ્રશ્ન ન ઉકેલાયો : ભર ઉનાળે પાણી માટે વલખા

વઢવાણ તા.૧૩ : સુરેન્દ્રનગર જિલ્લાના નાનામોટા તમામ તાલુકાઓમાં પાણી પાણીનો પુકાર પડયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામ ખાતે સરકાર દ્વારા શહેરની શહેરી જનતાને ર૦-ર૦ દિવસ સુધી પિવાનું પાણી ન મળવાના કારણે સાયલા ગામની વસ્તી પાણી માટે વલખા મારી રહી છે.

સાયલા ગામની રપ૦૦૦ હજારની વસ્તી અને ઢોરઢાખર વગેરેને માટે પિવાના પાણીની કટોકટી ગંભીર સમસ્યા હાલમાં સર્જાવા પામેલ છે ગામના લોકોને જયારે પિવા માટેનું પાણી મેળવવા માટે રજળપાટ કરવા પડે છ.ે

નાવા-ધોવાના પાણીનો તો સવાલજ પેદા નથી થતો ત્યારે સાયલા ગામમાં ર૦ દિવસે પાણી પીવા માટે હાલ મળે છે. ત્યારે પાણી મેળવવા માટે પણ બેડા યુદ્ધ જગ જાહેરમાંં સર્જાય છે. તો કયારેક પાણી માટેનો મામલો ઝડઘો છેક પોલીસ મથક સુધી પણ પહોંચી જાય છે.

પાણી માટે વિદ્યાર્થીઓના ભણતર પણ બગડી રહ્યા હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે પાણીની વ્યવસ્થા કરવામાં ભાજપની સરકારમાં રહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને એની સરકાર સદતર નિષફળ નિવડી હોવાનુ હાલ મહિલાઓ રોષ પુર્ણ જણાવી રહી છે કારણ કે પાણી પ્રશ્ને મુખ્યમંત્રી સુધી રજુઆત કરવા છતાં પ્રશ્ન હલ થયો નથી. સાયલા ભગતના નામથી ઓળખાતું ગામ છે. જયા આ સાયલા ગામમાં લાલજી મહારાજની જગ્યા આવેલ છે આ જગ્યાના મહંતને પાણી માટે રજુઆત કરતી મહિલાઓના પાણી માટેની જાણકારી મળતા સાયલા લાલજી મહારાજ જગ્યામાં મોટર મુકી ૧૦ નળ મુકાવ્યા અને હાલ ગ્રામજનોને પીવાના પાણી માટેની તાત્કાલીક વ્યવસ્થા કરવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સંસ્થા ગામના લોકોની વહારે આવી છે. પરંતુ સરકાર પાણી પ્રજાને લઇને સરકાર નિષફળ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે

(3:40 pm IST)