Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જૂનાગઢના બનાવને કચ્છના પત્રકારોએ વખોડયો

ભુજ :::ગઈકાલે જૂનાગઢમાં પોલીસ દ્વારા પત્રકારો સાથે ગેરવર્તનની ઘટનાને કચ્છના પત્રકારોએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે. આજે ભુજમાં કલેકટર રેમ્યા મોહન અને ડીએસીપી સૌરભ તોલંબિયાને પત્રકારો દ્વારા આવેદનપત્ર આપીને આ બનાવમાં કસૂરવાર પોલીસ અધિકારી વિરુદ્ધ સરકાર કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે. આ વિરોધમાં સિનિયર પત્રકારો વિનોદ ગાલા, નયન અંતાણી,નવીન મહેતા, હરેશ સતાણી, મયુર બોરીચા સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો, તસ્વીરકારો અને કેમેરામેનો જોડાયા હતા.

(2:49 pm IST)