Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જૂનાગઢમાં કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ પત્રકારોનાં સમર્થનમાં

જૂનાગઢ એસપી કચેરીએ પત્રકારોના ધરણા યથાવત ;જવાબદારોને સસ્પેન્ડ કરવા માંગણી

રાજકોટ :જુનાગઢમાં મીડિયા પર પોલીસના હુમલા બાદ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોના પત્રકારોએ ધરણા કર્યાં છે.એસપી કચેરીએ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ધરણા શરૂ કર્યાં છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ પત્રકારોનાં સમર્થનમાં આવ્યાં છે.

 

 જૂનાગઢ પત્રકારો પર પોલીસના લાઠીચાર્જ મામલાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. સૌરાષ્ટ્રમાંથી પત્રકારો પહોંચ્યા SP કચેરી ખાતે પહોંચ્યા હતા. 15 થી વધુ કલાકથી પત્રકારો પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ધરણા પર બેસ્યાં છે. તેઓએ કહ્યું હતું કે, લાઠીચાર્જ કરનાર પોલીસને સસ્પેન્ડ કરવામાં આવે. 

(2:19 pm IST)