Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

મોરબીના રવાપરમાં પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓ દ્વારા ઉગ્ર રજૂઆત

મોરબી તા. ૧૩ : ઉનાળાની મોસમમાં ઠેર ઠેર પાણીની સમસ્યા જોવા મળે છે ત્યારે ઓદ્યોગિક નગરી મોરબીના પોશ વિસ્તારમાં સમાવેશ પામતા મોરબીને અડીને આવેલા રવાપર ગામમાં ભરઉનાળે પીવાના પાણીની સમસ્યાને પગલે આજે મહિલાઓ રણચંડી બની હતી અને મહિલા સરપંચ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

મોરબીના રવાપર ગામના યોગી એપાર્ટમેન્ટના રહીશોએ રવાપર ગામના મહિલા સરપંચ રમાબેન સંજયભાઈ અઘારાને આવેદન પાઠવી રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે અનેક અરજીઓ કરવા છતાં સમયસર પાણી મળતું નથી અને રોજીંદા ગૃહ વપરાશ માટે પાણી મળતું નથી જેથી મહિલાઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે તેમજ યોગી એપાર્ટમેન્ટના પાછળ આવેલ એપાર્ટમેન્ટમાં કાયમી પાણી મળે છે અને જરૂરીયાત કરતા વધારે પાણી આપે છે. જેથી આ રહીશોને મળતું નથી જેથી રવાપરના રહીશોને પાણી સમયસર મળી રહે અને યોગ્ય રીતે પાણી વિતરણ થાય તેવી માંગ કરી છે.

ઉપરાંત પાણીના બગાડને અટકાવવા રજૂઆત કરવામાં આવી છે સમયસર જો પાણી નહિ મળે તો કલેકટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ મહિલાઓએ ઉચ્ચારી છે. ઉગ્ર સુત્રોચ્ચાર કરીને મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો.

(12:00 pm IST)
  • ગેરકાયદેસર ખાણોમાં થઇ રહેલ ખોદકામ ઉપર જામનગરમાં વનવિભાગે આજે દરોડા પાડી દોઢ લાખનું જનરેટર કબજે લીધું છે access_time 12:57 am IST

  • ગુજરાતના બે જજોની ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક : અકિલ કુરેશીને મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બનાવાયાઃ ડી.એન.પટેલને દિલ્હી હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે access_time 3:48 pm IST

  • જન્મ દિવસની ઉજવણીમાં ફોર્મ સ્પ્રે અને સેલોટેપના ઉપયોગ કરવા ઉપર સુરતના પોલીસ કમિશનરે પ્રતિબંધ લગાવ્યો access_time 12:57 am IST