Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ઇંગ્લીશ દારૂની ૭ બોટલ સાથે વિનુ મકવાણાને ઝડપતી ગારીયાધાર પોલીસ

ગારીયાધાર તા. ૧૩ : ગારીયાધાર પોલીસ સ્ટેશનના નાં માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન પો.કોન્સ.શકિતસિંહ જયવંતસિંહ સરવૈયા ના ઓ ને બાતમી આધારે હકીકત મળેલ કે રૂપાવટી રોડ ધોધારીની વાડીમાં રહેતાં વિનુભાઈ ઝીણાભાઇ મકવાણા પોતાનાં ઘેરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે તેવી હકીકત મળતાં મજકુર ઇસમનાં ધેરે પ્રોહી અંગે રેઇડ કરતાં તેમનાં મકાનનાં ફળીયામાં એક વોશીંગ મશીનમાં તપાસ કરતાં વોશીંગ મશીનમાં કાચની બોટલ પરઙ્ગ રોયલ સ્ટેગ ડિલકસ વ્હીસ્કી ૧૮૦ એમએલ સિલપેકઙ્ગ બોટલ નંગ ૦૭ - ની કિંમત રૂ.૯૦૩ તેમજ વોશીંગ મશીનની કિંમત રૂ ૧૦,૦૦૦ ગણી કુલ ટોટલ કિંમત રૂ.૧૦,૯૦૩નાં મુદામાલ કબ્જે લઇ મજકુર નાસી ગયેલ હોય મજકુરના વિરૂધ્ધમાં ધોરણસર ગુનો રજી કરી આગળની તપાસ હાથ ધરેલ છે.

આ કામગીરીમાં ગારીયાધાર પો.સ્ટે.નાં પો.સબ. ઇન્સ.ચૌધરી સા.ત્થા.પો.સબ.ઇન્સ એમ.પી.પંડ્યા.સા.ની સુચનાં અને માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં સ્ટાફનાં પો.કોન્સ.શકિતસિંહ.જે.સરવૈયા તથા પો.કોન્સ.મહિપાલસિંહ. સરવૈયા ત્થા એલ.પી.સી. ભાવનાબેન ડાંગર તેમજ વિગેરે પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયા હતા.

(11:59 am IST)
  • યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કોંગ્રેસ ભયભીત :મિશેલ મામા બાદ ભાણેજ પણ જેલમાં જશે :બલિયામાં જનસભા સંબોધતા યોગીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા :કહ્યું કે કોંગ્રેસની પરેશાની છે કે અગસ્તા વેસ્ટલેન્ડ હેલીકૉપટર સોદામાં દલાલી લેનાર ફરાર મામા ઈટાલીથી ધરપકડ થઈને આવી ગયા access_time 1:11 am IST

  • ગુજરાતના બે જજોની ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક : અકિલ કુરેશીને મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બનાવાયાઃ ડી.એન.પટેલને દિલ્હી હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે access_time 3:48 pm IST

  • ગેરકાયદેસર ખાણોમાં થઇ રહેલ ખોદકામ ઉપર જામનગરમાં વનવિભાગે આજે દરોડા પાડી દોઢ લાખનું જનરેટર કબજે લીધું છે access_time 12:57 am IST