Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

પ્રભાસપાટણ (સોમનાથ)માં ઘેડીયા કોળી સમાજનાં પ્રમુખપદે ચોથી વખત કાનાભાઇ ગઢીયા, ઉપપ્રમુખ પદે લક્ષ્મીકાંત સોલંકી

પ્રભાસપાટણ, તા.૧૩: પ્રભાસપાટણમાં ઘેડીયા કોળી સમાજનાં આગેવાનોની વરણી બાબત તા.૧૧-પ-૧૯નાં રોજ મીટીંગ મળેલ હતી. જેમાં સતત ચોથી ટર્મ માટે ઘેડીયા કોળી સમાજ પ્રભાસ પાટણનાં પ્રમુખપદે વરણી કરવામાં આવેલ છે તેમજ ઉપપ્રમુખપદે લક્ષ્મીકાંતભાઇ ભગવાનભાઇ સોલંકી, સેક્રેટરી હરેશભાઇ બાબુભાઇ વાસણ, ખજાનચી મુળજીભાઇ સાંગાભાઇ બાભણીયા, ન્યાય સમીતી ઉકાભાઇ જીવાભાઇ ગઢીયા, શિક્ષણ સમીતી રામભાઇ નારણભાઇ સોલંકી, ઉત્સવ સમિતિ જેશલભાઇ વાસાભાઇ ભરડા, રીતિરીવાજ સમિતિ હરેશભાઇ જીવાભાઇ બામણીયા, સભ્યોમાં દેવાભાઇ જેઠાભાઇ વાઢેર, દિવ્યેશભાઇ ડાયાભાઇ બામણીયા, જેઠીબેન હિરાભાઇ વાસણ સહિતનાં હોદેદારોની સર્વસંપતિથી વરણી કરવામાં આવેલ છે.

કાનાભાઇ ગઢીયાનાં સતત સમાજ ઉપયોગી કામગીરી તેમજ કોળી સમાજનાં લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતી આવે તે માટેનાં સતત પ્રયત્નો બહેનો, રોજગારી મળે તે માટે સતત તાલીમો, સન્માન સમારંભો અને સમાજમાં જુદા-જુદા ઉત્સવનોની ઉજવણી કરીને સમાજને સંગઠીત રાખવા માટે સતત પ્રયત્નો કરેલ તેમજ મજુરવર્ગથી બહેનોને વધુમાં રોજગારી મળે તે માટે પ્રયત્નો કરી અને સફળતા મેળવેલ.  ખૂબ જ સારી કામગીરીને ધ્યાનમાં રાખીને સમાજ દ્વારા ચોથી ટર્મ માટે રીપીટ કરેલ છે. તેમની આ નિમણુંકની કોળી સમાજમાં આનંદ અને અન્ય સમાજોમાં પણ આનંદની લાગણી જોવા મળેલ તેમ માંડાભાઇ ડાયાભાઇ બામણીયાની યાદીમાં જણાવેલ છે.

(11:57 am IST)