Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ભરવાડ સમાજના ધર્મગુરૂ પૂ.ઘનશ્યામપુરી બાપુની ઉપસ્થિતીમાં ચુપણી ગામે યોજાયો ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

હળવદ, તા.૧૩: તાલુકાના ચુપણી ગામે સમસ્ત દોરાળા પરિવાર દ્વારા ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે ભવ્ય રાસ - ગરબા યોજાયા હતા. તેમજ ભરવાડ સમાજના ધર્મગુરૂ સહિત સંતો - મહંતો ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવ્યા હતા.

સમસ્ત દોરાળા પરિવાર ચુપણી મઢ આયોજિત ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ંઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

હળવદ તાલુકાના ચુપણી ગામે સમસ્ત દોરાળા પરિવાર ચુપણી મઢ આયોજિત આઈશ્રી ખોડિયાર મા, શ્રી મેલડી મા, શ્રી ગત્રાળ મા, શ્રી શિકોતર મા, શ્રી સગાબાપાની ત્રિ-દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવેલ. જેમાં દોરાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં ભાવિક ભકતો શોભાયાત્રામાં જાડાયા હતા. ત્યાર બાદ બપોરના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં ભાવિક ભકતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. તેમજ રાત્રીના ભવ્ય રાસ - ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલાકારા સોનુ ચારણ તેમજ કૌશિક ભરવાડે રાસ - ગરબાની રમઝટ બોલાવી હતી. જયારે આજરોજ ભરવાડ સમાજના ધર્મગુરૂ પ.પૂ.૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામપુરી બાપુ સહિતના સંતો - મહંતો હાજર રહ્યી આર્શિવચન પાઠવ્યા હતા. તેમજ ત્રણ દિવસ ચાલેલા આ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહાપ્રસાદ તથા ભોજનના દાતાશ્રી ગોવિંદભાઈ સાંમતભાઈ દોરાળા રહ્યા હતા. તેમજ મહાઆરતી ભીમાભાઈ નાગજીભાઈ દોરાળાએ ઉતારી હતી. તો સાથો સાથ ગોવિંદભાઈ દોરાળા દ્વારા દોરાળા પરિવારની દિકરીઓને ભેટ સ્વરૂપે ૪૦૦ ચાંદીના સિક્કા અર્પણ કર્યા હતા. ત્રણ દિવસ ચાલેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા દોરાળા પરિવારના વડીલો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

(11:57 am IST)