Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ઉપલેટામાં નગરપાલીકાની મંજુરી વગર થતું એપાર્ટમેન્ટનું બાંધકામ અટકાવાયું

ઉપલેટા, તા.૧૩: અહિયા પટેલ પાર્ક રોડ ઉપર કાન્તાબેન ઢોલરીયા, મનીષભાઇ માકડીયા, તથા હંસાબેન મોડીયા સહિત ૬ વ્યકિતઓ ભાગીદારી કરી છ માળનુ હાઇફાઇ એપાટેમેન્ટ બનાવતા હતા.

આ એપાટેન્ટ બનાવવામા નગરપાલિકા કે અન્ય જાતની બાંધકામની પરમીશન લીધા વગર શરૂ કરેલ હતુ. ત્યારે આ એપાર્ટમેન્ટની બાજુમા રહેતા દિલીપસિંહ જાડેજા તથા ઉમેદસિંહ જાડેજાએ નગરપાલિકાને આ ગેરકાયદેતા એપાર્ટમેન્ટનુ કામ અટકાવવા લેખિત આપવા છતા નગરપાલિકાએ કોઇ કાર્યવાહી કરેલ નહોતી જયારે બીજી બીજા એપાર્ટમેન્ટનુ કામ ચાલુ હતુ જે છ માળ ચણાય ગયા અને પલાસ્ટર લેવલ સુધી આવી જતા-અરજદાર દિલિપસિંહ તથા ઉદયસિંહ જાડેજાએ ધોરાજી કોર્ટમા દાવો દાખલ કરેલ.

આ ગેરકાયદેસર બિલ્ડીંગને અટકાવવા માંગણી કરતા કોર્ટ ઉપલેટા નગરપાલિકાને બોલાવી-બિલ્ડીંગની કાયદેસરતાના આધારો માંગતા પાલિકાએ એપાર્ટમેન્ટ બનાવતા લોકોએ બાંધકામની પરવાનગી ન લીધાનુ જણાવતા. આ બિલ્ડીંગ જે તે સ્થીતિમા રાખી આગળનુ કોઇ કામ એપોર્ટમેન્ટના ન કરવાનો હુકમ કરેલ હતો. જયારે અરજદારોએ આ બિલ્ડીંગ ગેરકાયદેસર હોય પાડી નાખવાની માંગણી કરતા આગામી તા. ૨૧/૫ના કોર્ટ તારીખ નકકી કરી આગળની કાર્યવાહી કરશે.

આમ ગેરકાયદેસ બાંધકામના મનાઇ હુકમ આવતા  બાંધકામ કરતી બિલ્ડર્સ લોબીમાં ચર્ચા ઉભી થયેલ છે.

(11:55 am IST)