Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

સોમનાથમાં સૌપ્રથમવાર બૌધ્ધ વિધિ મુજબ સમુહલગ્ન સંપન્ન : નવદંપતીઓને હેલ્મેટ અર્પણ

પ્રભાસપાટણ તા.૧૩ : સોમનાથની બાજુમાં હાઇવે રોડ પર આવેલ ભાલકેશ્વર રિસોર્ટમાં શ્વાસ સમુહલગ્ન સમિતિ સોનારીયા દ્વારા બૌધ્ધ વિધિ અનુસાર સૌપ્રથમ વાર સમુહલગ્ન યોજાયેલ.

શરૂઆત ભંન્તે પ્રજ્ઞારત્નજી અને સંસ્થાના પ્રમુખ ભગવાનભાઇ સોલંકી તેમજ ટ્રસ્ટીઓએ ભગવાન બુધ્ધ અને ડો. આંબેડકરજીની પ્રતિમાને પુષ્પહાર અને મીણબતી પ્રગટાવીને વિધિવત શરૂઆત કરી.

આ પ્રસંગે બાંદરા ઉગમદાદાના આશ્રમના મહંત ગોરધનબાપાએ હાજરી આપી અને આશિર્વાદ પાઠવેલ. સ્વાગત પ્રવચન ભગવાનભાઇ સોલંકીએ કરેલ. આ તકે ધારાસભ્ય ભગવાનભાઇ બારડ, અરજણભાઇ ભજગોતર, સુનિલભાઇ જાદવ, પી.આઇ.રાઠવા, પીએસઆઇ પ્રવિણાબેન, ઇન્ડિયન રેયોનના શ્રધ્ધાબેન મહેતા, જે.બી.સાકરીયા, સોલંકીભાઇ, વિજયભાઇ વાછાણી, પરસોતમભાઇ (પટેલ), પીએલ રાઠોડ, ગીરીશભાઇ ભજગોતર, વીરાભાઇ ભજગોતર (સરપંચ આજોઠા), રાહુલભાઇ વણવી, રામસીભાઇ બગડા, પ્રવિણભાઇ આમહેડા, કમલેશભાઇ ઓસા, વી.પી.વાજા, વિમલભાઇ વાડોદરીયા, લખમણભાઇ મકવાણા, ટાભાભાઇ પરમાર, સંગીતાબેન ચાંડપા, જેઠાભાઇ ભજગોતર, રમેશભાઇ પટેલ, સવજીભાઇ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બ્લડ ગૃપ કેમ્પમાં ૩૦૦ લોકોના વિનામુલ્યે બ્લડ ટેસ્ટ કરી આપેલ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્રો તાત્કાલીક આપવામાં આવેલ તેમજ દાતાઓ તરફથી વસ્તુઓ અપાઇ.

આ તકે સંસ્થા તરફથી દરેક નવદંપતીઓને હેલમેટ આપીને હેલમેટ કાયમી બાઇક ચલાવતી વખતે પહેરવાની પ્રતિજ્ઞા લેવડાવેલ. આ સ્ભુહ બૌધ્ધવિધિ સામતંભાઇ સોલંકી અને જે.ડી.કારીયાએ કરેલ હતી.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના વિનયભાઇ રાઠોડ, નરેન્દ્રભાઇ રાવલીયા, સાજણભાઇ પરમાર, નાનજીભાઇ વાઘેલા, વનરાજભાઇ વાળા, બીજલભાઇ મકવાણા, દિનેશભાઇ વાજા, રામસીંગભાઇ, દિનેશભાઇ ચાંડયા, જેઠાભાઇ વાળા, ભાનુબેન રાઠોડ, કિરણબેન સહિતના ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી. આભારવિધિ મનસુખભાઇ મકવાણાએ કરી હતી. સ્વયંસેવક તરીકે તક્ષશીલા બૌધ્ધવિહાર (સેમરવાવ), બુધ્ધમ ગૃપ નાનાવાડા, યુવા ગૃપ કાજલી, મહાત્મા જયોતિબા ફુલે એજયુ ટ્રસ્ટ (ભાલપરા), કામગીરી કરેલ હતી તેમજ સમાજની ચાર દિકરીઓ ડોકટર બનેલ તેઓનુ સંસ્થાવતી સન્માન કરાયુ હતુ. (તસ્વીર - અહેવાલ : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:54 am IST)