Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

રાજકોટમાંથી ૩ બાઈકની ચોરી કરનાર પ્રવિણ કોળીને ગોંડલ પોલીસે ઝડપી લીધો

તસ્વીરમાં પકડાયેલ વાહન ચોર (નીચે બેઠેલ) સાથે ગોંડલ પોલીસનો કાફલો નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)(૨-૬)

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટમાંથી ત્રણ બાઈકની ઉઠાંતરી કરનાર વાહન ચોરને ગોંડલ સીટી પોલીસે ઝડપી લીધો હતો.

રૂરલ એસપી બલરામ મીણાની સૂચના મુજબ ગોંડલ ડીવાયએસપી એચ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠલ ગોંડલ સીટી પોલીસ મથકના પીઆઈ કે.એન. રામાનુજ તથા પીએસઆઈ બી.એલ. ઝાલા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા તે દરમિયાન હેડ કોન્સ. રાજેન્દ્રસિં ઝાલા તથા પ્રતિપાલસિંહ જેઠવાને મળેલ બાતમીના આધારે પ્રવીણ કાળુભાઈ મકવાણા કોળી (ઉ.વ. ૨૦) રહે. સૈનિક સોસા. ગોંડલ પાસેથી રાજકોટ શહેરમાંથી ચોરાયેલ અલગ અલગ કંપનીના ત્રણ મો.સા. કિં. રૂ. ૬૦૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની સીઆરપીસી (૧) ડી. મુજબ અટક કરી હતી.  પકડાયેલ વાહન ચોર પ્રવીણે રાજકોટના પ્ર.નગર, આજી ડેમ તથા ભકિતનગર પોલીસ મથકના વિસ્તારમાંથી ત્રણ બાઈકની ચોરી કર્યાની કબુલાત આપતા ગોંડલ પોલીસે રાજકોટ પોલીસને જાણ કરી છે. આ કાર્યવાહીમાં ગોંડલ સીટી પીએસાઈ બી.એલ. ઝાલા, એએસઆઈ આર.સી. માલવીયા, અરભમભાઈ ઓડેદરા, હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ ઝાલા, હરૂભા જાડેજા, પ્રતિપાલસિંહ જેઠવા તથા નરેન્દ્રસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.

(11:53 am IST)