Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જસદણ નગરપાલિકામાં ફરી સખળ-ડખળ શરૂ કારોબારી ચેરમેનની એક વર્ષની મુદ્દત પૂર્ણ

જસદણ, તા. ૧૩ : જસદણ નગરપાલિકામાં કારોબારી ચેરમેન બિજલ ભેસજાળીયાની એક વર્ષની મુદ્દત આજે એકપણ કામ કર્યા વગર પૂર્ણ થઇ હતી. સવા ર્ષ પહેલા ચૂંટણી યોજાય જેમાં સાત વોર્ડમાંથી ભાજપના ર૩ અને કોંગ્રેસના પાંચ સભ્યો ચૂંટાયા હતા. સૌ પ્રથમ પાલિકામાં જીલ્લા ભાજપના મોવડીઓની સુચનાથી દીપુભાઇ ગીડાને પ્રમુખ બનાવવામાં આવ્યા અને આ ગાળામાં ભાજપના દરેક સભ્યોએ ટેકો પણ આપ્યો, પણ તેમની એક સામાન્ય સભા પછી ટેકો આપેલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી અંતે મોવડીઓની સુચના બાદ દીપુભાઇએ રાજીનામુ આપવાની ફરજ પડી, આમ પ્રથમ પ્રમુખથી પાલિકામાં સખળ-ડખળ શરૂ થતાં ત્યારથી હાલમાં પણ ભાજપના સભ્યો સોશ્યલ મીડીયામાં ગેરરીતિ ભ્રષ્ટાચાર અને કૌભાંડનું ઝેર ઓકી રહ્યા છે અને પ્રજાના પૈસા જે કરવેરા રૂપે/ભરાય રહ્યા છે તેનું પાણી થઇ રહ્યું છે. ત્યારબાદ મોવડીઓની સમજાવટથી સભ્યોએ નવા પ્રમુખ-ઉપપરમુખની નિમણૂંક કરી આમ તો સામાન્ય રીતે અઢી વર્ષની હોય છે, પરંતુ કેટલાક સભ્યોને આમાં પણ અસંતોષ હોવાથી તેમને આ પદ માટે એક વર્ષ માટે રાખવા એવી કંડીશન થઇ હતી. તેને પણ એક વર્ષથી વધુ સમય થઇ ગયો છે ત્યારે આ બાબતને લઇ ખુદ ભાજપના સભ્યોએ મીડીયા કર્મીઓને જણાવી પ્રમુખ-ઉપપ્રમુખને સતા ઉપરથી ઉઠાડી અને અન્ય સભ્યોને પ્રમુખ-ઉપપ્રમુખ બનાવવામાં આવે તે માટે સભ્યો મીટીંગ કરી. આ વાતને કુંવરજીભાઇ અને ભરતભાઇ સુધી પહોંચાડશે એમ જણાવ્યું હતું.

આજે કારોબારી ચેરમેન પદની એક વર્ષની મુદત પૂર્ણ થઇ, પરંતુ વર્ષ દરમિયાન સભ્ય બોલાવી નથી એટલે કામગીરી જીરો રહી છે. એકવાર કારોબારી ચેરમેનએ મીટીંગ બોલાવી હતી, પરંતુ સભ્યો કોઇ હાજર રહ્યા નહોતા, ત્યારે ચેરમેનએ મારી સાથે રાજકીય રમત રમાયાનો આક્ષેપ કર્યો હતો, જોકે હાલ મુદત પૂર્ણ થઇ છે ત્યારે નવા કારોબારી ચેરમેનની વરણી ઉપરાંત પ્રમુખ -ઉપપ્રમુખની એક વર્ષની કંડીશન પ્રમાણે મુદત પૂર્ણ થઇ હોય ત્યારે પ્રથમથી ભાજપનું બોર્ડ આવ્યું, જેમાં પ્રજાને કાંઇ મળ્યું નથી અને ફાયદો પણ થયો નથી. બીજી બાજુ હાલના ચૂંટાયેલા ભાજપના જ કેટલાક સદસ્યો નગરપાલિકામાં થતા ભ્રષ્ટાચાર, કૌભાંડ ગેરીતિઓ સોશ્યલ મીડીયામાં ચમકાવી રહ્યા છે. ત્યારે જસદણ પ્રજાનું હૈયે હિત રાખી ભાજપના મોવડીઓ પાલિકામાં થતા ડખળ-ડખળ અટકાવવા કવાયત હાથ ધરે એવી માંગણી જાગૃત નાગરિકોમાં થઇ રહી છે

(11:53 am IST)