Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ઉપલેટા પાલિકાએ કામ કરાવી બીલ ન ચૂકવતા કોન્ટ્રાકટરના ઉપવાસ

ઉપલેટા, તા. ૧૩ :. અહીંયા નગરપાલિકાએ બે વર્ષ થયા કોન્ટ્રાકટર પાસે જુદા જુદા કામ કરાવીને તેઓને એક યા બીજા કારણોસર બીલ ન ચુકવતા અને બીજી બાજુ ગામમાંથી ઉધાર માલ લઈને કરેલ કામના માલના પૈસાની વેપારીઓ દ્વારા કરવામાં આવતી ઉઘરાણીથી કંટાળીને નગરપાલિકા સામે આજથી ગાંધી ચોકમાં ઉપવાસ ઉપર બેસેલ છે.

આ અંગે નગરપાલિકાના કોન્ટ્રાકટર પુંજાભાઈ મકવાણાએ નગરપાલિકા - કલેકટર - નગરપાલિકા નિયામક ધારાસભ્યને એક લેખીત પત્ર મોકલી નગરપાલિકાના સત્તાધીશો પોતાના બે વર્ષ દરમ્યાન કરેલ કામના રૂ. ૬ લાખ જેવી રકમ આપના ન હોય તા. ૧૦મી સુધીમા ચુકવી આપવાની માંગ કરેલ હતી. આ માંગણી ન સંતોશાતા પોતે આજથી નગરપાલિકા સામે ઉપવાસ ઉપર ઉતરેલ હોવાની જાહેરાત કરેલ છે.

તેમણે પોતે દલીત હોવાના નાતે ત્રાસ આપતા હોવાનું જણાવી ભ્રષ્ટાચારના પૈસા માંગતા હોવાના પુરાવા પણ પોતાની પાસે હોય જરૂર પડયે સોગંદનામા સહિત આ પુરાવા એન્ટીકરપ્શન (એસીબી)ને આપીને પોતે ફરીયાદ પણ કરવાના હોવાનું પૂંજાભાઈ મકવાણાએ જણાવેલ હતું.

(11:52 am IST)