Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

બોટાદ જીલ્લાના નવ વર્ષથી વિશ્વાસઘાતના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો

અમરેલીઃ એસ.ઓ.જી. પો.સબ.ઇન્સ. આર.કે.કરમટા એસ.ઓ.જી. ટીમ  કોમ્બીંગ ડે રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન ગઢડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.-૧૪/૧૦ IPC ક.-૪૦૬,૪૨૦, વિ. મુજબના ગુન્હાનાં કામે  છેલ્લાં નવ વર્ષથી નાસતો-ફરતો (૧) ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ રાજપરા ઉવ.-૩૫ ધંધો-હીરા ઘસવાનો રહે. સુરત અમરોલી સૃષ્ટી સોસાયટી પાછળ ગૃહમ સોપીંગની બાજુમાં સાંઇ રેસીડેન્સી સી.-૧૦૩ કોસાડ મુળ-ગળકોટડી તા.બાબરા ને પકડી પાડેલ છે.

 પકડાયેલ આરોપી નિંગાળા ગામના ધનસુખભાઇ દેવજીભાઇ સાકરીયાનું બેંકમાં પૈસા ભરવા જવા માટે મોટરસાયકલ લઈ જઈ તેનુ મોટરસાયક પરત  નહી આપી તેની સાથે વિશ્વાસઘાત કરેલ હોય  જેને બાતમી આધારે બાબરાના બસ સ્ટેન્ડ પાસેથી  ધોરણસર અટક કરી  બાબરા પો.સ્ટે.માં  વધુ કાર્યવાહી અર્થે સોંપી આપેલ છે.

(11:52 am IST)