Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ધોરાજીના પી.આઇ. જોષી તથા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફીક ડ્રાઇવ યોજાઇ

 ધોરાજીના જુદા જુદા વિસ્તારોમાં નાના નાના બાળકોની ઉમર હજુ૧૮ વર્ષની ના હોય તેવા બાળકો પણ ત્રણ સવારીમાં બેફામ બાઇક ચલાવતા અને આવા વાહન ચાલકોને ડીટેઇન અને ડંડ ફટકારાવા આ તકે ધોરાજીના પી.આઇ.વિ.એચ. જોષીએ નાના બાળકને જે બેફામ વાહનો ચલાવે છે. અને છાસવારે અકસ્માતો થાય છે. આવા બાળકોને ૧૮ વર્ષના થાય અને લાઇન્સ કઢાવીને વહાન ચલાવવા જણાવેલ જે બાળક ૧૮ વર્ષથી ઓછી ઉમરનું હોય અને વાહન અકસ્માત કરે તો તેના વાલી જવાબદાર ગણાય. આ તકે પી.આઇ.જોષીએ વાલીઓને જણાવેલ કે તમારા બાળકોને ૧૮ વર્ષ બાદ લાઇસન્સ કઢાવી બાદમાં વાહન ચલાવા જણાવેલ અને ધોરાજી પોલીસ દ્વારા અને રોમીયોગીરી કરતા અને ત્રણ સવારી અને ફુલસ્પીડે ચલાવતા વાહનો અને મોટા હોર્ન વાહનોને દંડ કરેલ હતા અને અન્ય વાહનોની ડિટેઇન કરેલ હતા.(તસ્વીર ધર્મેન્દ્ર બાબરિયા, ધોરાજી)

(11:50 am IST)