Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

હલેન્ડા ગામે ગઈસાંજે કરા સાથે વરસાદ પડ્યો

૧૦૦-૧૦૦ ગ્રામના કરા પડ્યા : સતત પંદરેક મિનિટ એકધારો વરસાદ ચાલુ રહ્યો

રાજકોટ, તા. ૧૩ : ગઈકાલે રાજકોટ-સૌરાષ્ટ્રમાં અસહ્ય ઉકળાટ બફારો જોવા મળેલ. ગોંડલ વિસ્તારની આજુબાજુ કમોસમી વરસાદ પડ્યો હતો. દરમિયાન હલેન્ડા ગામે પણ મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. પંદરેક મિનિટ વરસાદમાં તો આખા ગામમાં પાણી ફરી વળ્યા હતા.

રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલ હલેન્ડા ગામે ગઈસાંજે કરા સાથે વરસાદ પડ્યો હતો. 'અકિલા'ના વાંચકમિત્ર અને હલેન્ડાની હરિહરાનંદ વિદ્યાલયના હાઈસ્કુલના આચાય શ્રી જેન્તીભાઈ રોકડએ જણાવ્યુ હતું કે ગઈસાંજે ગામમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ઠંડા પવન ફૂંકાવા લાગ્યા હતા. થોડીવારમાં તો દે ધનાધન વરસાદ શરૂ થઈ ગયો હતો.

જેન્તીભાઈએ જણાવેલ કે આકાશમાંથી ૧૦૦-૧૦૦ ગ્રામના કરા પડતા હતા. લગભગ પાંચથી સાત મિનિટ કરા પડ્યા હતા. ૧૫ મિનિટ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

(11:49 am IST)
  • ૬ તબક્કાની ૪૮૪ બેઠકોનું પરિણામ EVM માં કેદ : ૬૬ ટકા મત પડયાઃ નવી દિલ્હી : છ તબક્કાનું મતદાન પુરૂ : ૪૮૪ બેઠકોના ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ : અત્યાર સુધીમાં ૬૬ ટકા મતો પડયા : ર૦૧૪માં ૬૬.૪ ટકા મતદાન થયું હતું: ૧૭મી લોકસભા માટે દરેક તબક્કામાં વોટીંગ ઘટી રહ્યું છે ર૦૧૪નો રેકોર્ડ તૂટશે કે પછી ? access_time 11:33 am IST

  • ગુજરાતના બે જજોની ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક : અકિલ કુરેશીને મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બનાવાયાઃ ડી.એન.પટેલને દિલ્હી હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે access_time 3:48 pm IST

  • ભાજપએ ટીએમસી પર લગાવ્યો ચૂંટણી હિંસાનો આરોપ ;ફેરમતદાનની માંગણી :ઘોષ કેશપુર ક્ષેત્રમાં એક મતદાનકેદ્રમાં ભાજપ એજન્ટને લઇ જવાનો પ્રયાસ વેળાએ મહિલાઓના ટોળાએ કર્યો હુમલો access_time 1:11 am IST