Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

મિડીયા કર્મચારી ઉપર પોલીસના લાઠીચાર્જ સામે ભભુકતો આક્રોશઃ જુનાગઢ એસ.પી.કચેરીએ રાત્રીથી ધરણાના મંડાણઃ જવાબદાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવા ઉગ્ર માંગણી

પોલીસ તંત્રની ચોથી જાગીર સામે હાથ ઉપાડવાની ઘટનાના ઘેરા પડઘાઃ કાર્યવાહી કરવા સૌરાષ્ટ્રમાં ઉગ્ર દેખાવો

સૌરાષ્ટ્રના પત્રકારો જુનાગઢ એસ.પી. કચેરી બહાર રાતભર સુતા રહ્યા : સવારે પણ ધરણા યથાવત : જુનાગઢમાં ગઇકાલે પોલીસ દ્વારા કવરેજ કરી રહેલા મિડીયા કર્મચારી ઉપર લાઠીચાર્જ કરતા તેના ઘેરા પડઘા પડયા છે અને કાલે રાત્રીથી એસ.પી. કચેરી જુનાગઢ ખાતે પ્રિન્ટ અને ઇલેકટ્રોનિકસ મિડીયાના પત્રકારો તથા રિપોર્ટરો દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા છે. ન્યાયની માંગ સાથે કાલે રાત્રીના પત્રકારો - રિપોર્ટરો એસ.પી. ઓફિસ બહાર સુતા રહ્યા હતા અને સવારે પણ ધરણા યથાવત છે. જેમાં મોટી સંખ્યામાં પત્રકારો - કેમેરામેનો રાજકોટ પ્રેસ ફોટોગ્રાફ એન્ડ ઇલેકટ્રોનિક મિડીયા એસોસીએશનના પ્રમુખ સંદિપ બગથરીયા, અશોક બગથરીયા સહિતના જોડાયા હતા. આ ઉપરાંત ધારાસભ્ય ભીખુભાઇ જોશી, માણાવદર વિધાનસભાના ઉમેદવાર રેશ્મા પટેલ સહિતના જોડાયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

 જુનાગઢ, તા. ૧૩: લોકશાહીની ચોથી જાગીર પત્રકાર ઉપર ઉપર કાલે સાંજે જુનાગઢમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામા આવતા પત્રકાર જગતમાં ભારે આક્રોશ ફેલાયો છે અને ઘટનાબાદ કાલ રાત્રીથી જુનાગઢમાં પત્રકારો દ્વારા એસપી કચેરીએ ધરણા શરૂ કરી દીધા અને રાજકોટ, ધોરાજી, જેતપુરના પીઠડીયા ટોલનાકે સહિત અનેક સ્થળોએ ચકકાજામ કરીને પોલીસ તંત્ર સામે રોષ ઠાલવીને જવાબદારો સામે પગલા ભરવાની માંગ બુલંદ થઇ છે. જુનાગઢ એસપી કચેરીએ આજે બપોરે પણ ધરણા ચાલુ છે. પોલીસ તંત્ર દ્વારા સસ્પેન્ડ કરવાની ખાત્રી આપી છે પરંતુ હજુસુધી લેખીત ખાત્રી ન મળતા ધરણાનો કાર્યક્રમ યથાવત છે.

રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેકટ્રોનિક મીડિયા એસોસિએશનના પ્રમુખ સંદીપભાઈ બગથરીયા(અકિલા)ની આગેવાનીમાં જૂનાગઢ ખાતે એસપી કચેરીએ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રાજકોટના તમામ પત્રકારો વિરોધ કરેછે.

જેમાં અશોકભાઈ બગથરિયા (અકિલા) તથા આજકાલના જીગ્નેશ ભટ્ટ, કેતન લખતરીયા જીટીપીએલ, આજતક ન્યૂઝ દિલીપ ગોહિલ સંદેશ ન્યૂઝના કલ્પેશ ગોહિલ, પ્રિન્સ બગથરીયા અકિલા, વોયસોફટ રાજકોટના હર્ષ ભટ્ટી, આજકાલના ફોટોગ્રાફર દર્શન ભટ્ટી, જીટીપીએલના લકકીરાજસિંહ ઝાલા ચેનલ૧ ન્યૂઝ ના હેડ સબ સ્ટેશન, કશ્યપ ભટ્ટ, એબીપી ન્યૂઝ ના પરાક્રમસીંહ જાડેજા, ટીવી૯ ન્યૂઝ ચેનલના મોહિત ભટ્ટ, મુખ્ય સમાચારના આનંદભાઈ જાવીયા, એજાજ શેખ, સિટી ન્યૂઝ ચેનલના જયેશભાઈ રાવરા,  ચેનલ-૧ જોસેબભાઈ સહિતના જોડાયા હતા.

જુનાગઢ ખાતે પત્રકાર ઉતર થયેલા હુમલાનાં મામલાને લઇને પાસના પૂર્વ નેતા અને એસીપીના માણાવદરના ઉમેદવાર રેશ્મા પટેલ પણ જુનાગઢ એસપી કચેરીએ પહોંચ્યા હતા અને સમર્થન આપ્યુ હતું.

જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હોબાળો મચી ગયો હતો જેમાં મીડિયા કવરેજ માટે ગયેલા મીડિયાકર્મી ઉપર પોલીસે બેહુદુ વર્તન કરીને હુમલો કર્યાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે

જૂનાગઢમાં પત્રકારો પર થયેલ હુમલાના વિરોધમાં સૌરાષ્ટ્રભરના પત્રકારો જૂનાગઢ એસપી કચેરી બહાર ધરણા પર બેસી ગયા છે તપાસ કરવાની વાતો કરતી સરકાર તાત્કાલિક પગલાં લ્યે તેવી માંગ સાથે જયાં સુધી પગલાં નહીં લેવાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવા પત્રકારો મક્કમ છે અને તાકીદે પગલાં લેવા માંગ કરી છે.

જુનાગઢમાં રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચુંટણી વખતે ન્યુઝ ચેનલના કેમેરામેન પર પોલીસે કરેલા હુમલાના ધેરા પ્રત્યાધાત પડ્યા છે. મીડિયા પર પોલીસના હુમલાના વિરોધમાં પત્રકારો તથા મીડિયાના કર્મચારીઓએ જૂનાગઢ એસપી કચેરીએ રાતે ધરણાં કર્યા હતા.

સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોના પત્રકારો જૂનાગઢમાં એકઠા થયા હતા અને ધરણા શરૂ કર્યા હતા. સૌએ હુમલા માટે જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માગણી બુલંદ બનાવી હતી.

દરમિયાન જૂનાગઢના કોંગ્રી ધારાસભ્ય ભીખાભાઇ જોશી પણ મીડિયાના સમર્થનમાં એસપી કચેરીએ પહોંચ્યા હતા અને ધરણામાં જોડાયા હતા.

પત્રકાર સંઘર્ષ સમિતિ

જૂનાગઢમાં મીડિયા કર્મી ઉપર કરવામાં આવેલ હુમલાને સમગ્ર પત્રકાર સંઘર્ષ સમિતી વખોડી કાઢે છે. આગામી દિવસો માં જો જવાબદાર અધિકારીઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં તો આવે તો વિધાનસભાનો ઘેરાવ જેવા આશ્યર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે. જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી દરમિયાન મીડિયા કર્મીઓ ઉપર જે તંત્ર દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તે લોકશાહી પર વાર છે, આપવામાં આવશે. કયાં સુધી આવાને આવા હુમલા પત્રકર મીત્રો ઉપર થતા રહેશે.  છેલ્લા ૬ મહિનામાં અંદાજીત ચારથી પાંચ પત્રકારો ઉપર હુમલા કયાં સુધી આવું ચાલતું રહેશે તેવો સવાલો કર્યા છે. લોકશાહીનો ચોથા પીલ્લર સમાન છે જેથી લોકશાહીના પીલ્લર પર ઉપર આ હુમલાને સાખી લેવાય નહીં. પત્રકાર મિત્રો હાલ સુરક્ષિત નથી તો સામાન્ય પ્રજા કયાથી સુરક્ષિત હોય? જો જવાબદાર અધિકારીઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં તો આવે તો સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકામાં આશ્યર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે. કયાં સુધી દેશની ચોથી જાગીર ઉપર હુમલાને સાંખી લેવામાં નહિ આવશે. તેમ  અમિત પટેલ પ્રમુખ -પત્રકાર સંઘર્ષ સમિતી-ગુજરાત રાજયએ તથા હેમરાજ સિંહ વાળા કન્વીનર- પત્રકાર સંઘર્ષ સમિતી-ગુજરાત રાજયએ જણાવ્યુ છે

જુનાગઢ

જુનાગઢમા સ્વામી નારાયણ મંદિરની સંતોની ચુંટણીનુ કવરેજ કરવા ગયેલા પત્રકારો મિત્રો અને કેમારામેન સાથે મારામારી અને લાઠીચાર્જ તે અત્યંત નિંદનીય ધટના છે તમામ પત્રકારો મિત્રો તેનો સખ્ત શબ્દોમાં દર્શાવીયે અને આમા હુમલો કરનાર પોલીસ કર્મચારી સામે સખ્ત અને સખ્ત પગલાં ભરે સરકાર સસ્પેન્ડ કરે આવી ભવિષ્યમાં પત્રકારો મિત્રો સાથે ધટના ન બને  સમગ્ર ઘટનાને હું કડક શબ્દોમાં વખોડુ છુ. અને સાથે એવી માંગ પણ કરુ છું કે જવાબદાર અધિકારીઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. તેવી માંગણી રેશ્મા પટેલે કરી છે.

એનએસયુઆઇ

લોકશાહીનો ચોથો આધારસ્તંભ એટલે પત્રકાર પંરતુ આજે જુનાગઢમા ટેમ્પલ બોર્ડની ચુંટણી અર્થે કવરેજ માટે ગયેલા રાજકોટના પત્રકાર મિત્રો પર પોલીસ દ્વારા કરવામા આવેલા લાઠીચાર્જ ખુબજ નિંદનીય છે. NSUIઆ ઘટના સખ્ત વખોડે છે. ગુંડાની જેમ વર્તન કરી રહેલી પોલીસ અધિકારીઓનુ વિડીયો ફુટેજ હોવા છતા કોઈ કાર્યવાહીના કરે અને જો પત્રકારોને અડધી રાતે ધરણા પર બેસવુ પડતુ હોય આ એક ખુબજ દુખદ વાત કહેવાય. NSUI તમામ પત્રકાર મિત્રો સાથે છે અને જરુર પડ્યે NSUIની ટીમો જુનાગઢ SP કચેરીએ પત્રકારોના સમર્થનમાં આવશે. તેમ સુરજ ડેર ઉપપ્રમુખ ગુજરાત NSUIરોહિત રાજપુત ઉપપ્રમુખ રાજકોટ NSUIએ જાણાવ્યુ છે.

ગોંડલ

જુનાગઢ ખાતે સ્વામી નારાયણ મંદિરમાં સાધુ પર થયેલ હુમલાની ઘટનાંનું કવરેજ કરવાં ગયેલ મિડીયાનાં પત્રકારો ઉપર પોલીસ દ્વારા વરવી માનશીકતાનું પ્રદર્શન કરી કરાયેલ લાઠીચાર્જ સહીતનાં બળપ્રયોગને ગોંડલ પત્રકાર સંઘનાં પ્રમુખ જીતુભાઈ આચાર્ય, હિમાંશુ પુરોહિત, પિન્ટુ ભોજાણી, ભાવેશ ભોજાણી,ચંદ્રશેખર જયસ્વાલ, હરેશ ગણોદિયા, રાજુભાઈ ટોળીયા, રુષીભાઈ પંડ્યા, નરેશ શેખલીયા, વિશ્રાસ ભોજાણી,  નરેન્દ્ર પટેલ, ગૌરાંગ મહેતા, જીતુભાઈ પંડ્યા સહીતનાં પત્રકારોએ આક્રોષભેર વખોડી ચોથી જાગીર સામે દબંગગીરી દાખવી હિટલરશાહી દાખવનાર પોલીસ કમીઓ ઉપર પગલાં ભરવાં ઉગ્ર રજુઆત કરી ઘટનાંને વખોડી હતી,જીતુભાઈ આચાર્ય એ જણાવ્યું હતું કે ગુંડાગર્દી સામે ગોઠણીયે પડતી પોલીસે મિડીયાને નિશાન બનાવી નાલેશીજનક વર્તાવ કર્યો તે દુઃખદ છે, આ પોલીસ કર્મીઓને શિસ્તનું ભાન કરાવવું જરુરી છે.

જુનાગઢમા પત્રકાર અને કેમેરામેન ઉપર પોલીસે કરેલા હુમલો લાઠીચાર્જના બનાવને રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેકટ્રોનીક મિડીયાએસો.ના પ્રમુખ સંદિપ બગથરીયા સહિત રાજકોટના પત્રકારો, કેમેરાકેનોએ આ ઘટનાને વખોડીને આક્રોશ ઠાલવ્યો હતો.

(3:28 pm IST)