Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

માળીયા 108 ટીમની પ્રામાણિકતા :રોકડ અને મોબાઈલ દર્દીના ભાઈને પરત કર્યા

માળીયાના ભીમસર ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતના બનાવની જાણ થતા માળિયા લોકેશન ૧૦૮ ટીમના ઇએમટી હિમત ગોહિલ અને પાયલોટ રસુલ પરેડી સહિતની ટીમ દોડી ગઈ હતી અને અકસ્માતમાં ઘવાયેલ મયપાલભાઈને સારવાર માટે ખસેડાયા હતા જેની પાસેથી પાકીટ મળી આવ્યું હતું જેમાં ૩૦૦૦ રૂ રોકડ અને એક મોબાઈલ ફોન તેમજ ડોક્યુમેન્ટ મળી આવ્યા હોય જે તમામ વસ્તુઓ તેના ભાઈ લખીભાઈને પરત આપીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે 

 

 

(10:05 pm IST)