Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

મોરબીમાં પાટીદાર સમાજના કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કન્યા છાત્રાલયમાં ૩૦૦ બેડનું બીજું કોરોના કેર સેન્ટર કાર્યરત.: આજે જ ૪૦ દર્દીઓ દાખલ પણ થય ગયા.

“ધન્ય જનેતા”: મોરબીમાં પાટીદાર સમાજના કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કન્યા છાત્રાલયમાં ૩૦૦ બેડનું કોરોના કેર સેન્ટર કાર્યરત

મોરબી શહેર અને જીલ્લાની અંદર કોરોના પોઝીટીવ કેસથી સંખ્યામાં છેલ્લા એક મહિનાથી ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે પાટીદાર સમાજ દ્વારા અગાઉ મોરબી જોધપર ગામ પાસે પાટીદાર કોરોના કેસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે જોકે પાટીદાર સમાજના અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર મળે તે માટે શહેરના શનાળા રોડ ઉપર કન્યા છાત્રાલય ખાતે ૩૦૦ બેડ સાથેના કોરોના કેર સેન્ટરને કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં પાટીદાર સમાજના કોરોનાગ્રસ્ત દર્દીઓને પણ સારવાર મળી શકે તે માટે થઈને આ પાટીદાર કોરોના કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે
કોરોના પાર્ટ-ટુ માં હાલમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને એક જ ઘરના એકથી વધુ પરિવારના સભ્યો કોરોનાગ્રસ્ત થતા હોય તેવું જોવા મળે છે ત્યારે પાટીદાર સમાજના જરૂરિયાતમંદ પરિવારો કે જેમના ઘરની અંદર હોમ કોરેંટાઇન થઈ શકાય તેવી વ્યવસ્થા નથી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવાનું થાય તો તેમને આર્થિક રીતે પરવડે તેવું નથી આવા જરૂરીયાતમંદ પરીવારોને આર્થિક રીતે ભારણ સહન ન કરવું પડે તે માટે પાટીદાર સમાજના દાતાઓ સહિતના આગેવાનો દ્વારા જરૂરિયાતમંદ પરિવારો માટે પાટીદાર કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે
થોડા દિવસો પહેલા મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે ૩૦૦ બેડની સુવિધા સાથેની પાટીદાર કોરોના કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું જોકે આ કોરોના કેર સેન્ટર એક જ દિવસમાં એટલે કે ૨૪ કલાકમાં હાઉસફુલ થઈ ગયું હતું અને ૩૦૦ જેટલા દર્દીઓ ત્યાં એક દિવસની અંદર એડમીટ કર્યા હતા જોકે ત્યાર પછી આવેલા લોકોને ત્યાં સારવાર માટે એડમિટ કરી શકાયા ન હતા જેથી કરીને પાટીદાર સમાજના અન્ય આગેવાનો અને દાતાઓ દ્વારા પાટીદાર સમાજના અન્ય વ્યક્તિને કોરોનાની યોગ્ય સારવાર મળે અને યોગ્ય સુવિધા મળે તે માટે થઈને નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ પાટીદાર કડવા પાટીદાર કન્યા છાત્રાલય ખાતે ૩૦૦ બેડની સુવિધા સાથે પાટીદાર કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ છે જેની વધુ વિગત આપતા પાટીદાર સમાજના અગ્રણી બેચરભાઈ હોથી અને એ.કે.પટેલે જણાવ્યું હતું કે હાલમાં અહીંયા ૩૦૦ બેડની સુવિધા સાથેનું પાટીદાર કોરોના કેસ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે અને પહેલા જ દિવસે ૪૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દી સારવાર મેળવવા માટે આવ્યા છે અને જે લોકો અહી સારવાર માટે આવશે તેઓને રહેવાની તથા જમવાની તમામ વ્યવસ્થાઓ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવશે

(10:56 pm IST)