Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

આજે ભાવનગરમા ૧૨૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લામાં નોંધાયેલા કુલ ૮,૦૪૭ કેસો પૈકી ૯૨૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર :ભાવનગર જિલ્લામા આજરોજ ૧૨૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૮,૦૪૭ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૪૫ પુરૂષ અને ૩૬ સ્ત્રી મળી કુલ ૮૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે ૧, ભાવનગર તાલુકાનાં ભંડારીયા ગામ ખાતે ૩, ઉમરાળા તાલુકાના ઉજળવાવ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રામણકા ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૩, તળાજા તાલુકાના ગોરખી ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના દેવળીયા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ભોજાવદર ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામ ખાતે ૧, જેસર ખાતે ૧, પાલીતાણા ખાતે ૫, ઉમરાળા તાલુકાના વડોદ ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના દરેડ ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧,  ઉમરાળા ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રતનપર(ગા) ગામ ખાતે ૨, વલ્લભીપુર તાલુકાના પીપળીયા ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૪, ઘોઘા તાલુકાના નાના ખોખરા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના અમરગઢ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ઇંગોરાળા ગામ ખાતે ૧, તળાજા ખાતે ૨, સિહોર ખાતે ૧, ભાવનગર તાલુકાના હાથબ ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ધારડી ગામ ખાતે ૨, તળાજા તાલુકાના દેવલી ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના નાની પાણીયારી ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૪૭ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૪૩ અને તાલુકાઓમાં ૭ કેસ મળી કુલ ૫૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૮,૦૪૭ કેસ પૈકી હાલ ૯૨૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૭૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(9:28 pm IST)
  • આરબ દેશો સહિતના વિશ્વના અમુક ભાગોમાં રમઝાન માસ શરૂઃ ભારતમાં આજે સાંજે થનારૂ ચંદ્રદર્શનઃ સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આવતીકાલે પહેલો રોઝો access_time 9:56 am IST

  • હોલમાર્ક વગરના સોના - ઝવેરાત અંગે સરકારનો મોટો નિર્ણય : 1 જૂનથી વેચી નહીં શકાય : સરકારે મંગળવારે કહ્યું છે કે તે 1 જૂન 2021 થી ગોલ્ડ જ્વેલરી અને ઉત્પાદનો માટે ફરજિયાત હેલમાર્કિંગ લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગોલ્ડ હોલમાર્કિંગ કિંમતી ધાતુની શુદ્ધતા માટેનું પ્રમાણપત્ર છે અને હાલમાં સ્વૈચ્છિક છે. access_time 12:16 am IST

  • દેશમાં કોરોનાએ આડોઆંક વાળ્યો :એક્ટિવ કેસની સંખ્યા 12,58 લાખને પાર પહોંચી : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,60,694 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,36,86,086 થઇ :એક્ટિવ કેસ 12,58,906 થયા : વધુ 96,727 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,22,50,440 સાજા થયા :વધુ 880 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,71,089 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 51,751 નવા કેસ, ઉત્તર પ્રદેશમાં 13,604 કેસ, છત્તીસગઢમાં 13,576 કેસ , દિલ્હીમાં 11,491 કેસ અને કર્ણાટકમાં 9579 કેસ નોંધાયા: ગુજરાત અને મધ્યપ્રદેશમાં 6 હજારથી વધુ કેસ નોંધાયા access_time 1:14 am IST