Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

જો શ્વાસની અવરજવર ચાલુ રાખવી હશે તો માણસોની અવરજવર બંધ કરવી પડશે ! ગુજરાતમાં ૧૪ દિવસના લોકડાઉનની જરૂર

આ વખતનો કોરોના અત્યંત ખતરનાકઃ અમરેલીના ભાજપ અગ્રણી ડો. ભરત કાનાબાર અને એનસીપીના પ્રમુખ જયંત બોસ્કીએ સંક્રમણ અટકાવવા લોકડાઉનની માંગણી કરી

રાજકોટ, તા. ૧૩ :. સર્વત્ર કોરોના મહામારીએ બિહામણુ રૂપ ધારણ કરતા હવે એકમાત્ર લોકડાઉન જ સંક્રમણ અટકાવવાનો ઉપાય છે તેમ અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી ડો. ભરત કાનાબારે જણાવ્યુ છે.

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ટવીટ કરીને જણાવ્યુ છે કે હાલમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધ્યુ છે. જેને અટકાવવા માટે ગુજરાતમાં ૧૪ દિવસનું લોકડાઉન જરૂરી છે.

ડો. ભરત કાનાબારે જણાવ્યુ છે કે જો શ્વાસની અવરજવર ચાલુ રાખવી હશે તો માણસોની અવરજવર બંધ કરવી પડશે. ગુજરાતને મહારાષ્ટ્ર બનતુ અટકાવવા અને આર્થિક વિટંબણાઓનંુ જોખમ વ્હોરીને પણ સંપૂર્ણ લોકડાઉન અનિવાર્ય છે.

ડો. ભરત કાનાબારે જણાવ્યુ છે કે આ વખતે કોરોનાનું રૂપ ખૂબજ ખતરનાક છે અને દિવસેને દિવસે કેસની સંખ્યામાં અને મૃતકોની સંખ્યામા પણ વધારો થઈ રહ્યો છે.

આ ઉપરાંત એનસીપીના ગુજરાતના પ્રમુખ જયંત બોસ્કીએ પણ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને ગુજરાતમાં લોકડાઉન એક માત્ર વિકલ્પ હોવાનંુ જણાવ્યુ છે. તેમજ રાજ્યમાં પુરતા પ્રમાણમાં ઈન્જેકશન પણ ન  મળતા હોવાનો રોષ ઠાલવ્યો છે.

(3:02 pm IST)