Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

નયારા એનર્જીએ દ્વારકાના ગામોમાં આરોગ્ય સેવાઓને વધારી વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરી

સમર્પિત આરોગ્ય સંભાળની પહેલ દ્વારા સમાજના ૬૦,૦૦૦ લોકોને લાભ પહોંચાડવાનું લક્ષ્ય

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૩ : આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારમાં સમાજ માટેની આરોગ્ય સુવિધાઓમાં વૃઘ્ધિ કરી વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરી હતી, જેમાં કંપનીએ એક મોબાઈલ હેલ્થ વાનનો પ્રારંભ કર્યો હતો, જે ૧૦ ગામોના ર૦,૦૦૦થી વધુ લોકોને સેવાઓ પ્રદાન કરશે. આ ઉપરાંત કંપનીએ એલોપેથિક દવાખાનાનું નવીનીકરણ કર્યું છે. આ નવી સુવિધાઓને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. નરેન્દ્રકુમાર મીનાએ જિલ્લા વહિવટીતંત્ર, આરોગ્ય વિભાગના અધિકારીગણ, પ્રતિષ્ઠિત મહેમાનો અને નયારા એનર્જીના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાપર્ણ કરી હતી.

આરોગ્ય સંભાળ સેવાઓની ગંભીરતા અંગે વાત કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું કે 'નયારા એનર્જીના સમાજના આરોગ્યને ટેકો આપવાના વર્ષોથી થઈ રહેલા પ્રયત્નો નોંધપાત્ર છે, જેનાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘણા ગામોને લાભ થયો છે.'

નયારા એનર્જીના ડીરકેટર અને રિફાઈનરીના હેડ પ્રસાદ પાનીકરે જણાવ્યું હતું કે 'નયારા એનર્જીના કોમ્યુનિટી હેલ્થ પ્રોગ્રામનો ઉદેશ્ય પ્રાથમિક આરોગ્ય સેવાઓ, રોગ નિદાન સંબંધી સેવાઓ અને ઈમરજન્સી રિસ્પોન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર પુરું પાડવાનો છે. વર્ષ ર૦૦૭થી સમાજ માટે આરોગ્ય કાર્યક્રમો ચાલું રાખ્યા છે, ૧પ ગામોમાં ખુબજ જરૂરી સુલભતા અને આરોગ્ય કાળજી સેવાઓ વર્ષ દરમિયાન ૬૦,૦૦૦થી વધુ દર્દીઓ સુધી પહોંચે છે. સમાજના આરોગ્ય કાળજી તરફના અમારા તીવ્ર પ્રયત્નોની રચના એવી છે કે તે તકનીકી રીતે અદ્યતન સેવાઓ પ્રદાન કરવામાં  રોગ નિવારક અને આરોગ્ય સંભાળ બંનેને સક્ષમ કરે છે.

જાખર, વાડીનાર, ભરાણા અને કાઠી દેવરિયા એમ ૪ ગામોના ૧૬,૦૦૦થી વધુ લોકોને દૈનિક ધોરણે એમબીબીએસ તબીબોની સુવિધાઓ મળે છે.

વાડીનારમાં એલોપેથિક દવાખાનાના નવનિર્માણથી આરોગ્ય સેવાનું માળખું સારું બન્યું–૯૦૦૦થી વધુ લોકોને લાભ મળ્યો છે.

હાથને સ્વચ્છ કરવાના સ્થળોની સુવિધા મળી છે. સુધારેલી નિદાન સેવા પ્રદાન કરતું આરોગ્ય કિઓસ્કનું પ્રદર્શન યોજાયું છે.

(12:48 pm IST)