Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

જામનગરમાં કોરોનાની ગંભીર પરિસ્થિતી સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન સુત્રોચાર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૩ : જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા જામનગરની હાલની કોરોનાની પરિસ્થિતી અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને સરકાર વિરોધ માં ઉગ્ર સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા

 જામનગર શેહર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા જામનગરમાં કોરોનાના વધતાં કેસો, અને ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર ના તોતિંગ ભાવો સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જામનગરમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો દિવસેને દિવસે વધતો જતો હોય સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટલના ૧૨૦૦ બેડ પૂરા થઈ ગયા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાનગી કોરોના હોસ્પિટલ જાહેર કરાતા ખાનગી હોસ્પિટલ દ્વારા ભાવ નિયંત્રિત લેવામાં આવે અને સરકાર દ્વારા કોરોના રોગને માં અમૃતમ કાર્ડ માં સમાવેશ આપવામાં આવે તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ દ્વારા રેમડેસીવીર ઈંજેકશન વિતરણ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:46 pm IST)