Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

જસદણના પત્રકાર હુસામુદ્દીન ભાઇએ કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો

જસદણ : સરકારી હોસ્પિટલમાં રસીકરણ કેન્દ્રમાં જસદણના પત્રકાર હુસામુદ્દીનભાઇ કપાસીએ રસીનો બીજો ડોઝ લીધો હતો હાલ ૪૫ વર્ષથી વધુ વયવાળા લોકો માટે રસીકરણ ચાલી રહ્યુ છે. ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો પણ કોરોના વેકસીન લઇ શકે છે. રસી લીધા બાદ હુસામુદ્દીનભાઇએ જણાવ્યું હતુ કે આ રાષ્ટ્રીય કાર્યમાં લોકો ઉત્સાહથી સહયોગ આપે એ આજના સમયની માંગ છે. આ રસીથી ચોવીસ કલાક પછી કોઇ મુશ્કેલી કે અસ્વસ્થતા થઇ નથી.

(11:42 am IST)