Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

જામનગરમાં પાટીદાર સમાજ કોરોના પીડિત દર્દીઓના અન્ય જિલ્લામાંથી આવેલા પરિવારજનોને આશરો આપી રહ્યુ છે

કોરોના પોઝિટિવ દર્દીઓને લઈને આવી રહેલા પરિવારજનો પણ હવે રોકાણ થાય તે માટે પોતાની વ્યવસ્થામાં પણ અવઢવમાંં મુકાયા છે ત્યારે પાટીદાર સમાજની જ્ઞાતિ સંસ્થાઓએ પણ સમાજ વાડીના દ્વાર કોરોના થી પીડિત પરિવારની સગવડ માટે ખુલ્લા મુકયા છે. જામનગરમાં આવેલ વિકાસ રોડ પરની પંચાણભાઈ શામજીભાઈ કડવા પટેલ સમાજ ખાતે હાલ ૧૦૦ જેટલા મોરબી અને અન્ય જિલ્લાના કોરોના પોઝિટિવ દર્દીઓ ને લઈને આવેલા પરિવારજનો માટેેે જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીના સગાને સમાજવાડીમાં આવેલા રૂમ અને હોલમાં ઉતારો આપી પાટીદાર સમાજ દ્વારા રહેવા જમવા સહિતની તમામ સુવિધા વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. કોરોનાની મહામારીમાં એક તરફ હોસ્પિટલો પણ ભરાઈ ચૂકી છે ત્યારે જામનગરમાં શહેરમાં આવેલ પાટીદાર સમાજની સમાજવાડી ઉપરાંત જામનગર જિલ્લાના જોડીયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ જાંબુડા અને આસપાસના અન્ય ગામમાં પણ વિવિધ જ્ઞાતિ સંસ્થાઓ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓના સગાવ્હાલાને ઉતારા આપવામાં આવી રહ્યા છે. અને કોરોના સામેની લડાઈમાં કોરોનાની મહામારીથી ઝઝૂમતા દર્દીઓના પરિવારની પડખે આશરા ધર્મ નિભાવી રહી છે. (તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર)

(11:41 am IST)