Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ભાયાવદરમાં કોરોનાથી ૧૪ના મોતથી અરેરાટી

(રમેશ સાંગાણી દ્વારા) ભાયાવદર, તા.૧૩: ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. અત્યાર સુધીમાં ૧૪ લોકોના મોત થયા છે. કોરોનાથી હાહાકાર મચાવ્યો તે બધાને હોમ કોરોન્ટાઇન કરેલ છે. ૩૫ વ્યકિતને કોરોનાના લક્ષણો આવતા કોરોનાએ ફુંફાડો મારેલ છે.

કુલ ૧૯૦ને હોમકોરોન્ટાઇન થયા છે. ભાયાવદરમાં છેલ્લા ૧૦ દિવસથી મોટા પાયે કેસ આવ્યા છે. શહેરમાં પણ અનેક કેસ એકટીવ છે. ભાયાવદરમાં અત્યાર સુધીમાં ૧૪ લોકોના મોત થતા લોકોમાં ભયનું વાતાવરણ છવાયું છે. લોકો બેરોકટોક માસ્ક પહેર્યા વગરના ફરે છે.

ભાયાવદરમાં મોટા ભાગના લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા તાત્કાલીક અસરથી માઇક્રો કંટેઇનમેન્ટ ઝોન નક્કી કરી તેમાં કડક પાલન થાય તે જરૂરી છે. અને પોલીસ ખાતુ પણ કોરોના કડક પાલન થાય તે માટે શહેરમાં પેટ્રોલીંગ કરે છે અને વેપારીઓ તથા જનતા કોરોનાના નિયમનું પાલન ન કરતા વેપારીઓ અને જનતા સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું ચાલુ છે. તેમ પી.એસ.આઇ.બી.ગાંજીયાએ જણાવેલ છે.

(11:34 am IST)