Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉન યથાવત

કોરોના સંક્રમણ રોકવા માટે જુદા-જુદા વિસ્તારોમાં ધંધા -રોજગાર બંધ પાળીને બજારોમાં ભીડ ઓછી કરવા પ્રયાસ

પ્રથમ તસ્વીરમાં લાઠીમાં મળેલ બેઠક, બીજી તસ્વીરમાં ઢાંકમાં લોકડાઉનની મીટીંટ, ત્રીજી તસ્વીરમાં થાન બંધ, ચોથી પાંચમી અને છઠ્ઠી તસ્વીરમાં જસદણની બજારો બંધ નજરે પડે છે. (તસ્વીરઃ વિમલ ઠાકર (દામનગર), પંકજગીરી ગોસ્વામી (ઢાંક), ફઝલ ચૌહાણ (વઢવાણ), ધર્મેશ કલ્યાણી-હુસામુદ્દીન કપાસી -જસદણ)

રાજકોટ,તા. ૧૩: કોરોના મહામારીના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં અનેક જગ્યાએ સ્વૈચ્છીક લોકડાઉન યથાવત છે અને કોરોના સંક્રમણ અટકાવવા પ્રયાસ થઇ રહ્યો છે.

જુદા-જુદા વિસ્તારોમાં ધંધા-રોજગાર બંધ પાળીને બજારોમાં ભીડ ઓછી કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.

દામનગર

(વિમલ ઠાકર દ્વારા) દામનગર : લાઠી તાલુકાના મતિરાળા ગામે ૧૨ જેટલા કોવિડ ૧૯ પોઝીટીવ કેસ આવ્યા કોવિડ ૧૯ના વધતા સંક્રમણથી સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કર્યું નાના એવા ગામમાં ૧૨ જેટલા કોવિડ ૧૯ પોઝીટીવ કેસ આવતા વહીવટી તંત્ર સાથે સ્થાનિક અગ્રણી ઓની તાકીદ ની બેઠક યોજયા નાયબ મામલતદાર વી. જે.ડેરની અધ્યક્ષતા માં સ્થાનિક વેપારી ઓ અને અગ્રણી ઓ દ્વારા સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર સવારના ૭-૦૦ થી બપોરના ૨-૦૦ સુધી વેપાર શરૂ બપોર પછી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરતા સ્થાનિક વેપારીઓ લાઠી તાલુકાના ગ્રામ્ય મતીરાળા ગામે ૧૨ જેટલા કોવિડ ૧૯ પોઝીટીવ કેસ આવતા તાલુકા પંચાયત સદસ્ય જિલ્લા પંચાયત સદસ્ય સ્થાનિક સરપંચ સહિતના અગ્રણીઓ સાથે વહીવટી તંત્રની બેઠક યોજાઇ તકેદારીના ભાગ રૂપે પગલાં લેતું વહીવટી તંત્ર સતર્ક બન્યું ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણની ગાઈડ લાઇનનું ચુસ્ત પાલન કરો કરાવો નો સરકારનો અનુરોધ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાનું સંકલન અવરનેસ માટે આહવાન સોશ્યલ ડિસ્ટન્ટ ફરજીયાત માસ્ક સેનિટાઇઝ ની હિમાયત ઘરમાં રહો ભયમાં નહિનો સંદેશ આપતા અગ્રણીઓએ આવ્યો છે.

ઢાંક

(પંકજગીરી ગોસ્વામી દ્વારા) ઢાંક : વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને ઢાંકના કડવા પટેલ સમાજ મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મીટીંગમાં ઢાંક ગ્રામ પંચાયતના સરપંચ સરકારી દવાખાનાના ડોકટર તેમજ દવાખાનો સ્ટાફ ગામના રાજકીય તેમજ સામાજીક આગેવાનો અને ગામના વેપારી લોકો વગેરે હાજર રહીને સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય કરેલ છે. દરેક દુકાન સવારથી બપોરના ૧૨ વાગ્યા સુધી જ ખુલી રાખવી બપોરના ૧૨ વાગ્યા પછી સ્વયભુ દુકાનો બંધ રાખવી અને જો કોઇ બપોર બાદ દુકાન ખુલી રાખતા ઝડપાય તો તેને રૂ.૫૧૦૦ નો દંડ કરવામાં આવશે. તેવો સ્વૈચ્છીક નિર્ણય વેપારી મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરો. અને ઘરમાં રહો સુરક્ષીત રહોની નિયમનું પાલન કરવામાં આવશે.

થાનગઢ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : થાન પંથકમાં કોરોના મહામારીએ માથું ઉચકયું છે. તેને ડામવા માટે અને કોરોનાની ચેન તોડવા માટે એક દિવસનું બંધ પૂરતું નથી. તેમ છતાં થાનના તમામ વેપારી એસોસિયેશન, નગરપાલિકા, રાજકીય પક્ષોના આગેવાનો સહિતનાઓની ઉપસ્થિતિમાં મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં નક્કી કર્યા મુજબ ૧૨ એપ્રિલને સોમવારના રોજ તમામ વેપારીઓની દુકાનો, ચા પાનના લારી ગલ્લા, શાકભાજી બજાર, મોચી બજાર સહિતના વેપારીઓ એક દિવસ સંપૂર્ણ બજાર બંધ રાખી કોરોનાની ચેનને તોડવાનો પ્રયત્ન કર્યો હતો.

જસદણ

(ધર્મેશ કલ્યાણી -હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણઃ જસદણમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે કાલથી એક સપ્તાહ સુધી બપોરે ત્રણ વાગ્યા બાદ બંધ રાખવાનું નક્કી થયેલું તે મુજબ આજે ત્રણ વાગ્યા બાદ જસદણમાં તમામ દુકાનો શાકભાજીની લારી પાથરણાવાળા સહિત તમામ વિસ્તારોમાં તમામ દુકાનો સ્વેચ્છિક રીતે સજજડ બંધ રહી હતી. બપોરના સમયે ચકલું પણ ન ફરકે એવું સજ્જડ બંધ રહ્યું હતું. માત્ર મેડિકલ સ્ટોર સિવાય તમામ દુકાનો બંધ રહી હતી.

(11:32 am IST)