Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

મા આદ્યશકિતની સાધના - આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ

કોરોના મહામારીનાં કારણે ઘરે બેઠા જ પૂજન, અર્ચન, જપ, તપ, અનુષ્‍ઠાન કરાશે

રાજકોટ, તા. ૧૩ :  આજે મંગળવારથી મા આદ્યાશકિતની સાધના-આરાધના માટેના પર્વ ચૈત્રીનવરાત્રીનો પ્રારંભ થયો છે.

કોરોના મહામારીના કારણે ભાવિકો દ્વારા ઘરે બેઠા જ પૂજન અર્ચન, જપ, તપ, અનુષ્‍ઠાન શરૂ કરાયા છે.

ગોંડલ-મોવિયા

ભાવનગર : ચૈત્રી નવરાત્રિ દરમિયાન શ્રી દુર્ગસપ્તસતી (ચંડીપાઠ)નું પુજન પઠન કરી માઇ ભકતો ધન્‍યતા અનુભવે છે. મહારાણા પ્રતાપ છત્રપતિ, રામકૃષ્‍ણ પરમહંસ જેવા મહાનભકતોએ દૈવીશકિતની આરાધના કરીને દુવૃતિનો સામનો કરી જીવનના અગ્રિમ ધ્‍યેયટને હાંસલ કર્યુ છે. શ્રી રામકૃષ્‍ણ મા કાલી સાથે વાતો કરતા હતા. દિવ્‍ય આરાધના શકિતની ભકિત સદ્‌્‌મુકિતનું ઘોતક છે, દૈવીશકિતની સાધનાએ સાત્‍વિક અને કલ્‍યાણકારી આરાધના છે, દિવ્‍ય જયોતિ પરમ તથા પ્રેરણા પુજાની પ્રાપ્તિ અર્થે જ જગદંબાનું ધ્‍યાન, અર્ચન, પૂજન ચિંતન મનન એ શ્રેષ્‍ઠ માર્ગ છે. સ્‍વાર્થહિન ભાવનાથી દંભ દેખાવ વીના અને અહંકાર રહિત કરવામાં આવેલી.

દૈવી શકિતીની સાધના શ્રૈય સાધનારી બને છે.

મંત્ર તો બધા શકિતીશાળી હોય પરંતુ તેનામાં કેટલો, પ્રાણ પુરો છો તેના પર સિદ્ધિનો આધાર રહે છે. કબીર જ્ઞાની અને કર્મયોગી તરીકે માનીતા છે.

કબીરના પુત્ર કમાલ એ પીતા પાસે મંત્રની માંગણી કરી પણ કબીર કંઇ બોલ્‍યા નહી વ્‍યાકુળ થયેલા કમાલ કબીરજીના ગુરૂભાઇ વનગવડામાં નીવાસ કરતા તેમની પાસે જાય છ.ે  અને મંત્રની માગણી કરે છે સાધુએ કહ્યું તારા પીતા પાસે મંત્ર છે એ જ મારી પાસે છે તારે મંત્ર જણવો હોય તો નદીના કીનારે ઉભો રહે અને ત્‍યાં શબ આવ્‍યા બાદ મને બોલાવજે જોત જોતામાં સાધુ આવી પહોંચ્‍યા તેમણે શબના કાનમાં મંત્ર ફુકયો અને માણસ જીવંત થયો સાધુ  કહે  કબીરજી જાણે છે, એ જ મંત્ર મારી પાસે છે.

અમે એકજ ગુરૂ પાસેથી જ્ઞાન લીધું છે. મંત્રને કેવી રીતે સાધા છો કેટલો સાધો છો અને કેટલા સંયમમાં રહીને વર્તો છો તેના ઉપર તેની સિદ્ધિનો આધાર રહે છ.ે તેમ ગોંડલના મોવિયાના શ્રી સંતોષી માતાજી મંદિરના પૂ.મા મીનાદેવીએ જણાવ્‍યું છ.ે

(11:32 am IST)