Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

દેવભૂમિ દ્વારકાના રાજકારણમાં ગરમાવો : કલ્યાણપુર તાલુકા પંચાયતના 7 સભ્યોની કોંગ્રેસમાં ઘરવાપસી

ભાજપમા ગયેલા તમામ 7 સભ્યોને કોંગ્રેસે ફરી ખેસ પહેરાવીને પક્ષમાં ઘરવાપસી

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી રાજકીય ગરમાવો આવ્યો છે  કલ્યાણપુર તાલુકા પંચાયતના 7 સભ્યોની કોંગ્રેસમાં ઘર વાપસી થઈ છે. થોડા સમય પહેલા તમામ સભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. પરંતુ ભાજપથી અસંતોષ થતા ફરી કોંગ્રેસમાં જોડાયા છે.

   સાથે હવે કલ્યાણપુર તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા ગુમાવે તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપમા ગયેલા તમામ 7 સભ્યોને કોંગ્રેસે ફરી ખેસ પહેરાવીને પક્ષમાં ઘરવાપસી કરાવી છે. જે 7 સભ્યો કોંગ્રેસમા ફરી જોડાયા છે તેમાં વસીમા બાનુ, ભીમા ડાભી, મણીબેન ડાભી, કુંવરબેન ડુવા, ભાયાભાઈ માડમ, વજસીભાઈ વરૂ તેમજ રંભીબેન સુવાનો સમાવેશ થાય છે.

(9:33 pm IST)