Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

સુરેન્‍દ્રનગરમાં મતદાન જાગૃતિ માટે મહાકાય રંગોળીનું નિર્માણ

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પાસે એક મોટી રંગોળી બનાવાઈ છે, સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ઉપર મુસાફરો મોટી સંખ્યામાં આવતા હોય છે. તેથી આ જગ્યા ઉપર 70×70 ફૂટની રંગોળી બનાવી જેમાં મતદાન માટે અપીલ કરવામાં આવી છે.

સાથે લોકશાહીના મહાપર્વમાં યુવા મતદાર પણ આ ફરજ નિભાવે અને પોતાને ગમતા ઉમેદવારની પસંદગી કરે, તેમજ સાથે બીજા મતદારોને પણ મત આપવા માટે અપીલ કરે તેવું સૂચન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લાના નોડલ ઓફિસર તેમજ વિવિધ વિભાગના કર્મચારી હાજર રહ્યા હતા.

(4:25 pm IST)