Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ચૈત્રી આઠમ નિમિત્તે કચ્છ શ્રી આશાપુરા માતાજી મંદિર સહિત ધાર્મિક જગ્યાઓમાં હવન

રાજકોટઃ ચૈત્રી નવરાત્રીની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા આઠ દિવસથી મતાજીનું વિશેષ પૂજન-અર્ચના ભાવિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આજે ચૈત્રી આઠમ હોવાથી કચ્છના શ્રી આશાપુરા માતાજી મંદિર સહિત રાજકોટ- સૌરાષ્ટ્ર-કચ્છમાં વિવિધ ધાર્મિક મંદિરોમાં ભાવિકો દ્વારા હવન કરવામાં આવ્યો હતો. આદ્યશકિતની ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ એવી ચેૈત્રી નવરાત્રિ હાલ આસ્થા-ઉલ્લાસપૂર્વક આગળ ધપી રહી છે. આજે ચૈત્ર સુદ આઠમ છે ત્યારે મા આદ્યશકિત નવદુર્ગાના હોમહવનનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે નવરાત્રિની પૂર્ણાહુતિ સાથે રામનવમીની પણ ઉજવણી થશે. શકિતપીઠ અંબાજીમાં આરતીનો સમય સવારે ૬નો રહેશે. શકિતપીઠ અંબાજી, પાવાગઢ, ચોટિલા સહિતનો આદ્યશકિતના મંદિરમાં ભકતોનું ઘોડાપૂર ઉમટયું છે. શાસ્ત્રવિદોના મતે નવરાત્રિનો નવ દિવસ રાત દરમિયાન વ્રત-ઉપવાસ સાથે માતાજીના મહામંત્રનો સતત જાપ કરવાથી જીવનમાં આધિ-વ્યાધિનો નાશ થાય છે. ચૈત્રિ નવરાત્રિમાં ગાયત્રી મંત્રની ઉપાસનાનું પણ મોટું મહત્વ છે.

(3:33 pm IST)
  • પાકિસ્તાનને નરેન્દ્રભાઈ મોદીથી ઉત્તમ વડાપ્રધાન નહિ મળી શકે ;દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેને સમજમાં નથી આવતું કે ઇમરાનખાન અને નરેન્દ્રભાઈ મોદી વચ્ચે શું પાકી રહયું છે :પાકિસ્તાની પીએમ ઇમરાનખાને નવી સરકાર બનતા પીએમ મોદી સાથે શાંતિ મંત્રણા કરવા ઈંચ્છા બતાવ્યા બાદ મોદી વિરોધપક્ષના નિશાન પર છે અને સંદેહ વ્યક્ત કરીને વિપક્ષી નેતાઓ પ્રહાર કરે છે access_time 12:56 am IST

  • ગાંધીનગરમાં ત્રણ લોકસભા વિસ્તારને લઈને ભાજપના પ્રદેશ પ્રભારી ઓમ માથુરની અધ્ય્ક્ષતામાં બેઠક :અમદાવાદ પૂર્વ, પશ્ચિમ, ગાંધીનગર લોકસભાના નેતાઓ હાજર :રાજકીય અને સમાજિક બાબતો પર ચર્ચા કરાઈ access_time 2:06 pm IST

  • મુસલમાનોને ચેતવણી આપવાના મામલે મેનકા ગાંધીને ચૂંટણી આયોગે નોટિસ ફટકારી :ચૂંટણી આયોગના અધિકારી મુજબ આ મામલે ગંભીર ગણ્યો :સુલતાનપુર જિલ્લા અધિકારીએ મેનકા ગાંધીને કારણદર્શક નોટિસ આપી ;રિપોર્ટ ચૂંટણી આયોગને મોકલ્યો access_time 1:02 am IST