Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

વડલી હનુમાનદાદાના સુંદર મંદિરની બાજુમાં જ શિવજી મંદિર બનાવવાની પૂ. બાપુની પરમ મહેચ્છા

ન ઓળખાણ ન પહેચાન ફીર ભી હમ સબ કો એક સાથ મિલાતે હૈ વો હી વડલી દાદા કા હોનેકા અહેસાસ દિલાતા હૈઃ પ.પૂ. મહારાજશ્રી નારાયણ ત્યાગીજી

જુનાગઢ તા. ૧૩:.. આજથી લગભગ ૭૦ વર્ષ પહેલા જે મંદિરની સ્થાપના થઇ છે તે વડલી  હનુમાન દાદાના મંદિરે આજ ચૈત્ર સુદ આઠમથી પ. પૂ. શાસ્ત્રી શ્રી સાગરભાઇ શાસ્ત્રીના વ્યાસાસને ભાગવત સપ્તાહનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અકિલા દૈનિકના મોટા બહેન શ્રીમતી મીનાબેન ચગને મુલાકાત તથા માહિતી આપતા પૂ. બાપુએ જણાવ્યું હતું કે કંઇ જ પાસે ન હોવા છતાં ભાગવત પારાયણના આયોજનની જાહેરાત સાથેજ ભકતો-ભાવિકો દ્વારા ખુદ વડલી હનુમાને જ સંપૂર્ણ પણે વ્યવસ્થા સંભાળી જોઇએ તેનાથી વધુ પુરૂ પાડી દીધુ પૂ. બાપુ અહીં ર૦૦૬ માં આવ્યા પોતે વિકલાંગ છે. ત્થા લાકડીના ટેકે ચાલે છે.

માખીયાળના અગ્રણી ભીમભાઇના પિતાશ્રીએ આજથી૭૦ વર્ષ પહેલા પ્રસ્થાપિત કરીહતી. એક મૂર્તિ લગભગ ૭૦ વર્ષથી સ્થાપિત હતી તથા બીજી એક મૂર્તિ બાપુ ગીરનારથી લાવેલ દર શનિવારે મંદિરે લગભગ ૪૦૦/પ૦૦ માણસ દાળ-ભાત-શાક-લાડુ-ભજિયાનો પ્રસાદ લે છે. બાપુએ આગળ બતાવતા કહ્યું કે બચનમેં તીન સાલકા થા તબ લંગડા હુઆ, પઢને મિલા નહીં ફીર ભી અપની ચાદર સે જયાદા હનુમાનજી દાદાને દે દીયા... મૈં જો કુછ ભી કર રહા હું વો ઉપર કી સગવડતા કે લિયે કર રહા હું. યહાં નીચે તો ઉપરવાલેને હેસિયત સે જયાદા દિયા હૈ. શિવ મંદિર કી મહેચ્છા હૈ વો વોહી પુરી કરેગા. સાથે જેમની ગાદી પોતાને મળી છે તે પૂ. બાપુ દેવ થયા તેમના મોક્ષાર્થે પણ આ કથા કરવામાં આવી છે.

શંકર સુવન કેશરી નંદન... શિવ મંદિર બનાવવાની મહેચ્છા ધરાવતા પ. પૂ. વંદનીય બાપુએ જણાવ્યું કે યે ભાગવત સપ્તાહકે લિયે કહાં સે કયા આ રહા હૈ કુછ માલુમ નહીં... સોચા ભી નહીં થા ઇતના વડલી દાદાને ભેજ દિયા અબ શિવ મંદિર બનાને કા જો મેરા સપના હૈ વો ભી કીસી ના કીસી રૂપમેં આ કર વડલી દાદા હી પૂરા કર દેંગે.

સપ્તાહ દરમ્યાન સાતે દિવસ મહાપ્રસાદ અવિરત ચાલુ રહેશે. દીપ પ્રાગટય શનિવારે સવારે ૧૦:૩૦ કલાકે શ્રી વિજયભાઇ કનુભાઇ દોમડીયાના વરદ હસ્તે કરવામાં આવશે.

શ્રી મીનાબન ચગની સાથે શ્રી સતીષભાઇવૈષ્ણવ, જયશ્રીબન વૈષ્ણવ હાટકશ્વર મહિલા મંડળના પ્રમુખ નિર્મળાબેન ટાંક, વણિક સમાજ મહિલા મંડળના પ્રમુખ દમયંતીબેન રાજપરા, લોહાણા મહિલા અગ્રણી ક્રિષ્ણાબેન અઢીયા વગેર ઉપસ્થિત રહ્યા હતાં. 

: સંપર્ક સૂત્ર :

શ્રી વડલી હનુમાન મંદિર, વિનય મીલ સામે, માખીયાળા મો. નં. ૯૪ર૪૮ ૩૯૧૮પ, મો. ૯૧૩૧૦ ૯૦૯૭૩, મો. ૯૬૪૪૧ ૯પ૮૯પ

(3:22 pm IST)