Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ભાવનગર આર,આર,સેલનો સપાટો :ભૂતીયા ગામની સીમમાં જુગાર રમતા સાત ઝડપાયા

ભાવનગર :ભાવનગર આર,આર,સેલ દ્વારા ભૂતિયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્શોને ઝડપી લેવાયા છે

  આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલના એજાઝખાન પઠાણને મળેલ બાતમી આધારે સોનગઢ તાબેના ભુતીયા ગામની સીમમાં જયેશભાઇ ઘનજીભાઇ મેંદપરા (રહે.ભુતીયા વાળા)ની વાડીમાં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો સુરેશભાઇ દેવજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૫), રાવતભાઇ લાલજીભાઇ પરમાર (ઉ.વ. ૩૧)જયરાજસિંહ ધીરૂભાઇ કટારીયા (ઉ.વ.૨૯ ) દશરથસિંહ હઠીસિંહ ગોહીલ (ઉ.વ.૫૨)કમલેશભાઇ જવાહરલાલ જસ્વાલ (ઉ.વ.૪૮) રમેશભાઇ જીણાભાઇ રાઠોડ (ઉ.વ.૪૨), રાહુલભાઇ ઘેલાભાઇ સોલંકી( ઉ.વ.૨૭ )વાળાઓને રોકડ રૂપિયા ૬૯,૦૮૦ તથા મોબાઇલ ફોન-૯ તથા મો.સા.-૩ તથા ગંજીપાના તેમજ પ્લાસ્ટીકના જુદા જુદા કલરના કોઇન નંગ-૧૮૫ મળી કુલ રૂપિયા ૧,૭૫,૦૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે

    આરોપી ઘનશ્યામભાઇ અરજણભાઇ ચાવડા (રહેવાસી-ભુતીયા ગામ, તા.શિહોર )રેઇડ દરમ્યાન નાસી ગયેલ હોય જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં આર.આર.સેલ.ના બાબાભાઇ આહીર, યોગેન્દ્રસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ ગોહીલ, પોલીસ કોન્સ. એજાજખાન પઠાણ, નિતીનભાઇ ખટાણા, જયપાલસિંહ ગોહીલ તથા મીનાઝભાઇ ગોરી જોડાયા હતા.

(12:53 pm IST)