Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

કોડીનારની અંબુજા હોસ્પિટલમાં સરકારી યોજના હેઠળ યુવાનના થાપાનું સફળ ઓપરેશન

મા અમૃતમ યોજના આયુસ્માન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક સર્જરી કરાઇ

કોડીનાર તા ૧૩ :  કોડીનાર અબંુજા મલ્ટીસ્પેશિયાલીટી ઓસ્પિટલમાં કોડીનારના મુસ્લીમ યુવાનના થાપા ના સાંધાનું વિનામૂલ્યે સફળ ઓપરેશન કરાયું  હતું. વિગત મુજબ કોડીનાર શેખવાડા વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અસલમ મોૈયુદીનભાઇ શેખને   ઘણા દિવસોથી પગમાં અતિશય દુખાવો થતો હોય, ડોકટરોએ થાપાના સાંધાનું ઓપરેશન કરવાની સલાહ આપી, પરંતુ  અસલમભાઇની  આર્થિક પરિસ્થિતી ખરાબ હોય દુખાવો અપોરશેશનકરાવી ના શકતા દુઃખાવો સહન કરતા હતા.

તેમને કોડીનાર અબુંજા મલ્ટીસ્પેશ્યાલિટી હોસિપટલમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના અને આયુષમાન ભારત યોજના હેઠળ ય્રી માં ઓપરેશન થતા હોવાની જાણ થતાં ખસલમભાઇ કાર્ડ લઇ અબંુજા હોસ્પિટલે જતા ડો. સત્યજીત બારડે તેમનુ ઓપરેશન કરી ૭ દિવસમાં ચાલતા કરી હોસ્પિટલમાંથી રજા આપી હતી.

અબુંજા હોસ્પિટલમાં સરકારની યોજના હેઠળ વિનામૂલ્યે થાપાના સાંધાની સર્જરી થઇ જતાં અસલભાઇ અનેતેમના પરિવારજનો એ અબુંજા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ અને ડો. સત્યજીત બારડનો આભાર વ્યકત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અબુંજા હોસ્પિટલમાં તમામ પ્રકારના ઓપરેશનમાં કાર્ડ અને આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થતા હોય દર્દીઓને મોટી સંખ્યામાં લાભ લેવા હોસ્પિટલ મેનેજમેન્ટ એ  જણાવ્યું છે.

(11:57 am IST)