Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

મહુવાનો પાસાનો ફરારી આરોપી કોળી શખ્સ ખંભાળીયામાં ઝડપાયો

ખંભાળીયા તા. ૧ર : પેટ્રોલીંગ દરમિયાન એલ.સી.બી.ના પો.સ.ઇ.વી.એમ.ઝાલા તથા એલ.સી.બી. ટીમના માણસોએ ખંભાળીયા રેલ્વે સ્ટેશન પાસે ભીડભાડમાં શંકાસ્પદ હીલચાલ કરતો જોવામાં આવતા અનિલભાઇ ગોબરભાઇ સોલંકી કોળી ઉ.ર૧ ધંધો મજુરી રહે.મહુવા વાણીજય વેરા કચેરી પાસે મહુવા જિ. ભાવનગર વાળો હોવાનું જણાવેલ તેની પુછપરછ કરતા સરકાર દ્વારા પોલીસ વિભાગમાં પોકેટ કોપ મોબાઇલ ફોન આપેલ જેમાં સમગ્ર ગુજરાતના ગુનેગારોનો ગુન્હાહીત ઇતિહાસ સર્ણ કરી જાણી શકાય તે ઇ-પોકેટ કોપ મોબાઇલની એપ્લીકેશનમાં સર્ચ કરતા મહુવા પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધમાં આઇપીસી કલમ ૩૦ર (મર્ડરના ગુનો) તેમજ મારામારીના ગુનાઓ છરી રાખવાન ગુનાઓ અને જુગારધારા ભંગના ગુનાઓ કરેલાનો પુર્વ ગુન્હાહીત ઇતિહાસ જણાઇ આવતા આ બાબતે પોલીસ ઇન્સ એમ.ડી.ચંદ્રાવાડીયા દ્વારા ભાવનગર અને મહુવા પોલીસનો સંપર્ક કરી પકડાયેલ ઇસમ વિશે જાણકારી મેળવતા પાસા અંગે વોરંટ ઇસ્યુ કરેલ જેમાં તે નાસતો ભાગતો હોય અને પકડવાનો બાકી હોવાનું જણાતા કાયદેસરની કાર્યવાહી કરી મહુવા પોલીસને સોંપી આપેલ છે.

(11:56 am IST)