Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ખંભાળીયામાં મતદાન જાગૃતિના સંદેશ સાથે ટ્રેનને લીલી ઝંડી આપતા કલેકટર

કલેકટર મીનાના અધ્યક્ષતામા દ્વારકા ખંભાળીયામાં ફેલગ ઓફ કાર્યક્રમ

દેવભૂમિ દ્વારકા, તા.૧૩: દેવભૂમિ દ્વારકા તા.૧૨, આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ અંતર્ગત લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તે હેતુથી ગુવાહાટી-ઓખા દ્વારકા એકસપ્રેસ ટ્રેન ગુવાહાટી ખાતેથી તા.૦૮-૦૪-૨૦૧૯ના રોજ મતદાન જાગૃતિના સંદેશા સાથે ફલેગઓફ થયેલ છે. આ ટ્રેન ઓખા રેલ્વે સ્ટેશનથી ગુવાહાટી જવા દ્વારકા તથા બપોરે- ૧-૩૦ કલાકે ખંભાળીયા રેલ્વે સ્ટેશને આવી હતી. તે અનુસંધાને આજે રેલ્વે સ્ટેશને ફલેગઓફ અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

 જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મતદાર જાગૃતિના સ્લોગન અને બેનર્સ સાથે ઉમંગભેર ઉપસથિત રહી ટ્રેનનું સ્વાગત કર્યું હતું. તેમજ રેલ્વે સ્ટેશન ખાતે ઇવીએમ/વીવીપેટની જાણકારી લોકોને મળી રહે તે માટે નિદર્શન સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો. મતદાન જાગૃતિના સંદેશા સાથે ફલેગ થયેલ ટ્રેનને દ્વારકા ખાતેથી ઓબ્ઝર્વરશ્રી પી.વસંતકુમાર(આઇએએસ)તથા દ્વારકા મામલતદારશ્રી પ્રશાંત માંગુડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. તેમજ  કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ ખંભાળીયા રેલ્વે સ્ટેશનથી આ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉંદ્યાડ, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી વાદ્યેલા, પ્રાંત અધિકારીશ્રી જોશી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ચાવડા, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વાઢેર, મામલતદાર, ચીફ ઓફીસર, રેલ્વે વિભાગ તથા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

મેઢાક્રિક પુલ પર ૧૫ ટનથી વધુ વજનવાળા વાહનોને પસાર થવા પર મનાઇ

દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. નરેન્દ્રકુમાર મીનાએ તેમને મળેલ સતાની રૂએ પોરબંદર દ્વારકા રોડ પર આવેલ મેઢા ક્રિક ઇન હર્ષદ વિલેજવાળા પુલનું કામ ચાલુ હોય જેથી પુલનું કામ પુર્ણ ન થાય ત્યાં સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પોરબંદર જિલ્લા તરફ જતા ૧૫ ટનથી વધુ વજનવાળા તમામ પ્રકારના વાહનોને આ પુલ પરથી પસાર થવા પર મનાઇ ફરમાવી છે. ૧૫ ટનથી વધુ વજનવાળા તમામ પ્રકારના વાહનોએ વૈકલ્પિક રસ્તા તરીકે વાયા કુરંગા-ભાટીયા-કલ્યાણપુર-અડવાણા-પોરબંદરનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું ઇમરજન્સી વાહનોને લાગુ પડશે નહી. જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત સજાને પાત્ર ઠરશે.

(11:55 am IST)