Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

તળાજાના ધારડી ગામના લોકો ઓવરબ્રીજ મામલે રસ્તા પર ઉતરશે

ચૂંટણી ટાણેજ આવેદનપત્ર પાઠવી ધોકો પછાડ્યો

તળાજા, તા.૧૩: તળાજાના ધારડી ગામના લોકો નેશનલ હાઇવે બની રહોય છે તેમ સરળતા થી પોતાના ગામમાં આવી જઇ શકાય તે માટે લાંબા સમયથી ઓવરબ્રિજની માંગ કરી રહ્યા છે. પ્રશાસન તરફથી એ માંગ ંસતોષવામાં ન આવતા ચૂંટણી સમયે જ આંદોલન કરવામાં આવશે તેવી મામલતદારને આપેલ આવેદનપત્રમાં ચીમકી આપવામાં આવી છે.

ધારડીગ્રામ જનો દ્વારા નેશનલ હાઇવે બનતા ગામ બે ભાગમાં વેંચાઈ ગયેલ છે. જેના કારણે વિદ્યાર્થીઓ ,ગ્રામ જનો, શમશાને જનાર ડાઘુઓ સહિતનાને ભારે તકલીફ પડે તેમ છે. જેથી ઓવરબ્રિજ બનાવવાની માગ લાંબા સમયથી કરી રહ્યા છે. એ માગ ન સંતોષવામાં આવતા પંચાયતના કેટરપેડ ઉપર મામલતદારને આવેદનપત્ર અને કલેકટરને પોસ્ટ દ્વારા માગ ંસતોષવામાં આવે નહિતર આંદોલનનો માર્ગ પકડવો પડશે તેવી ચીમકી આપી છે.

(11:49 am IST)