Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

પાટીદારોના ગઢ રાપર, ભચાઉમાં જીતુ વાઘાણીએ મોદી સરકારના રાષ્ટ્રવાદ, કાશ્મીરમાં કલમ ૩૭૦ને મજબૂત સરકાર ઉપર મુકયો ભાર

કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યના વર્ચસ્વ ધરાવતા વિસ્તારમાં બે જાહેર સભાઓમાં રાષ્ટ્રદ્રોહના કેસમાં બાંધછોડ કરવા મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે કર્યા આકરા પ્રહારો

લોકસભા ચૂંટણી દરમ્યાન ભાજપનો પ્રચાર મોરબી અને કચ્છમાં ખૂબ જ જોરશોર અને આયોજન બદ્ઘ રીતે આગળ વધી રહ્યો છે. કચ્છમાં એક બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ સષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે ગાંધીધામમાં રહેતા પરપ્રાંતીય લોકોને સંબોધન કર્યું હતું તો બીજી બાજુ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાદ્યાણીએ કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યના ગઢ એવા રાપર તેમ જ આધોઇ (ભચાઉ)માં જાહેરસભાને સંબોધન કર્યું હતું. રાપરમાં વિધાનસભામાં આ વખતે કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન પટેલ જીત્યા છે. તેમના પતિ ભચુભાઈ આરેઠીયા રાપર અને ભચાઉ પાટીદાર સમાજમાં ભારે વર્ચસ્વ ધરાવે છે. વળી, ગત વિધાનસભા ચૂંટણીમાં અહીં ભાજપની વિરુદ્ઘ જાહેરસભાઓ કરનાર હાર્દિક પટેલ અત્યારે કોંગ્રેસમાં જોડાયા છે. આ વખતે પણ હાર્દિકની જાહેસભાનું કોંગ્રેસ આયોજન કરી રહી છે. આ વખતે રાપરમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે બહુમતી મેળવવાનો મોટો પડકાર છે. ત્યારે પાટીદારોના ગઢ એવા રાપરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાદ્યાણીએ હાર્દિક પટેલ તેમજ પાટીદાર આંદોલન ની અસરને પાટીદાર સમાજમાં ભૂલાવવા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાદ્યાણીએ યુ-ટર્ન મારીને બદલે વર્તમાન ચૂંટણીમાં ચર્ચામાં રહેલ સર્જીકલ સ્ટ્રાઈકને મુખ્ય મુદ્દો બનાવીને રાપર, ભચાઉ સહિત વાગડના પાટીદારો સહિત તમામઙ્ગ સમાજના મતદારોને રાષ્ટ્રવાદના હિતમાં મતદાન કરવા હાકલ કરી હતી. કાશ્મીરમાં ભાજપ કલમ ૩૭૦ દાખલ કરવાની તરફેણમાં છે. તો, કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરા મા જાહેર કરેલા રાષ્ટ્દ્રોહના ગુનાની સજા હળવી કરવાના મુદ્દે કોંગ્રેસની મનછા તેમ જ રાહુલ ગાંધીની આકરી ટીકા કરતા શ્રી વાઘાણીએ ભાજપ સરકાર રચશે તો રાષ્ટ્રદ્રોહનો કાયદો વધુ કડક બનાવવાની જાહેરાત કરી હતી. મજબૂર નહીં પણ મજબૂત સરકાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ સક્ષમ નેતા ગણાવતા જીતુ વાઘાણીએ મોદી સરકારને સંપૂર્ણ બહુમતી સાથે ચુંટી કાઢવા અપીલ કરી હતી. તો, મોરબી- કચ્છ બેઠકના ભાજપના સાંસદ અને વર્તમાન ઉમેદવાર વિનોદ ચાવડાને જાગૃત લોકપ્રહરી ગણાવ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ ઉપરાંત રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ વાગડ અને કચ્છ સુધી નર્મદાના પાણી પહોંચે તે માટે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ તુરત જ નર્મદાના ડેમની ઊંચાઈ વધારવા માટે આપેલી મંજૂરીનેઙ્ગ શ્રેય આપ્યો હતો અને સૌનો સાથ સૌનો વિકાસના સુત્ર સાથે કચ્છ,ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ બહુમતી પ્રાપ્ત કરશે એવો દાવો કર્યો હતો. કાર્યક્રમમાં ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢા, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, જનકસિંહ જાડેજા, ડોલરરાય ગોર, ભરતસિંહ જાડેજા, ઉમિયાશંકર જોશી, ગંગાબેન સિયારીયા, હરખીબેન વાદ્યાણી, નરેન્દ્રસિંહ જાડેજા, ઉમેશ સોની,ઙ્ગ ઉપરાંત વાગડ વિસ્તારના પટેલ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મીડીયા સંકલન મીડીયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકભાઈ ઠકકર, સહ ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીએ સંભાળ્યું હતું.

(11:48 am IST)