Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ગોંડલમાં દાઝી જતાં ગુલબાનુબેનનું મોત

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારે દમ તોડ્યોઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૩: ગોંડલમાં તરકોશી કુવા રોડ પર રહેતાં ગુલબાનુબેન મહમદસલિમ માંડવીયા (ઉ.૪૮)નું દાઝી જતાં મોત નિપજતાં પરિવારજનોમાં માતમ છવાયો હતો.

ગુલબાનુબેન ગત બપોરે દાઝી જતાં ગોંડલ સિવિલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે વહેલી સવારે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ મહેન્દ્રભાઇ પરમાર અને ધર્મેશભાઇએ કાગળો કરી ગોંડલ જાણ કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ ગુલબાનુબેન ગેસ પર રસોઇ બનાવી રહ્યા હતાં ત્યારે કપડાને ઝાળ લાગી જતાં દાઝી ગયા હતાં. તેમના પતિ હોઝીયરીની રેંકડી હંકારે છે અને સંતાનમાં બે પુત્રી તથા એક પુત્ર છે. બનાવ ખરેખર અકસ્માતે બન્યો કે બીજી કોઇ રીતે? તે અંગે ગોંડલ પોલીસ વધુ તપાસ કરે છે.

(11:46 am IST)