Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

વડીયાના બરવાળાના ગ્રામજનો મતદાતના બહિષ્કારના માર્ગે

૩૫૦૦ની વસ્તી ધરાવતા ગામમાં નથી દવાખાનુ, નથી બસની પુરતી સુવિધા, નથી મળતું મોબાઇલ નેટવર્ક, કે નથી રસ્તાઓની સુવિધા, અધુરામા પુરૂ શાળા નજીક ઇલેકટ્રીક ટ્રાન્ફોર્મરમાં અવાર નવાર શોર્ટસર્કિટ થવાના ભયના ઓથાર હેઠળ વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે પાંચ વર્ષથી કોઇ નેતા ફરકયા નથી

વડીયા, તા.૧૩: અમરેલી જિલ્લાના વડીયા તાલુકાનું ૩૫૦૦ ની વસ્તી ધરાવતું બરવાળા બાવીસી ગામ જે ગ્રામજનોના વિવિધ પ્રશ્નોને લઈને ગ્રામજનો મતદાનનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે, તો ગ્રામજનોના વિવિધ પ્રશ્નો...નથી ગામની અંદર દવાખાનું, કે નથી એસટી બસોની પૂરતી સુવિધા, કે નથી મોબાઈલ નેટવર્ક, કે નથી રોડ રસ્તાઓની સુવિધા, સ્કૂલ નજીક ઇલેકટ્રીક ટ્રાન્સફોર્મરના સોર્ટસર્કિટના ભયમાં ભણતા વિદ્યાર્થીઓ છતા તેવાઓના પેટનું પાણી હલતું નથી.

વડીયા તાલુકાનું બરવાળા બાવીસી ગામ ૩૫૦૦ ની વસ્તી ધરાવતું ગામ જયાં રોડ રસ્તા મોબાઇલ નેટવર્ક એસ.ટી અને આરોગ્યને લઈને મતદાતાઓનો ઉઠ્યો છે રોષ આ આ તમામ સુવિધાઓને લઈને અનેક રજૂઆતો કરવા છતાં બેધ્યાન તંત્રી કોઈ ધ્યાન જ ન દેતા અંતે રોષે ભરાય ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચિમકી જયાં સુધી ગ્રામજનોને સુવિધા નહીં મળે ત્યાં સુધી કોઈપણ નેતાઓએ મત માગવા આવું નહીં મત લઈ પાંચ પાંચ વર્ષ સુધી નેતાઓ અહીં દેખાતા નથી. નોટિસ બોર્ડ લગાવી હાથમાં બેનરો લઈ સૂત્રોચાર કરી ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચિમકી ઉચ્ચારી છે.

આરોગ્ય માટે દવાખાનું નથી પ્રસૂતિ માટે સરકારે ૧૦૮ ઈમરજન્સી સેવા આપેલ છે. પરંતુ અહીં મોબાઇલ નેટવર્ક ના અભાવે ૧૦૮ પણ બોલાવી શકાતી નથી, કે રોડ-રસ્તાનાં બેસુમાર હાલત થી પ્રાઇવેટ વાહન લઈ દવાખાને ટાઇમસર પહોંચી શકાતું નથી. અહીં સ્કૂલ છે સ્કૂલની બાજુમાં ગંદકીના ગંજ અને ઇલેકિટ્રક ટ્રાન્સફોર્મર જે બાળકોના ભાવિ ભવિષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

 અનેક રજૂઆતો કરવા છતાં બેધ્યાન તંત્ર ગ્રામજનોની રજૂઆત ધ્યાને ન લેતા આ તમામ પ્રશ્નોના નિરાકરણ ન આવતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી છે ચીમકી તેમજ નોટિસ બોર્ડ લગાવ્યા છે. જોઇએ હવે સ્થાનિક અધિકારીઓ પગલાલે છે કે પછી આચાર સહિતાની પીપુડી વગાડયે રાખશે.

(11:46 am IST)