Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

જોડીયા, બાદનપર, ભાદરા ગામે રેતી ચોરી કરતાં ૭ વાહનો પકડાયા

જામનગર તા. ૧૩ :.. જોડીયા તાલુકામાં બાદનપર ગામની ઉંડ નદીમાં મંજૂર થયે રેતીની પરમીટની બાજુની જગ્યામાંથી રેતી  ચોરી થતી હોવાની આવતી રજૂઆતો અંગે નાયબ  પોલીસ મહાનીરીક્ષક શ્રી સંદીપ સિંઘે રાજકોટ રેન્જ તથા પોલીસ અધિક્ષક શરદ સિંઘ સુચનાથી મદદનીશ પોલીસ અધિક્ષક સંદીપ ચૌધરી જામ-ગ્રામ્ય વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. સી. ગોહી જોડીયા પો. સ્ટે. તથા પીએસઆઇ વી.કે. ગઢવી ધ્રોલ પો. સ્ટે. તથા પીએસઆઇ ડી. એસ. વાઢેર મેઘપર પો.સ્ટે. તથા પીએસઆઇ ડી. પી. ચુડાસમા પંચ એ પો. સ્ટે. તથા પીએસઆઇ કે. આર. સીસોદીયા સિકકા પો. સ્ટે. તથા પીએસઆઇ જે. બી. ખાંભલા લાલપુર પો. સ્ટે.નાઓ  જોડીયા - બાદનપર તથા ભાદરા ગામની ઉંડ નદીના વિસ્તાર અલગ અલગ ટીમો બનાવી જોડીયા તથા બાદનપર તથા ભાદરા નદી કાંઠા વિસ્તારોમાં કોમ્બીંગ કરી ગે. કા. રેતી ચોરી કરતાં વાહનો જેમાં રોયલ્ટી વગર ગે. કા. રેતી ભરેલ કુલ-૩ ડમ્પર તથા વાહનોના દસ્તાવેજ વગરના કુલ-૭ વાહનો કબ્જે કરેલ છે.

(11:44 am IST)