Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

તળાજામાં ચંદન ચોર ત્રાટકયા

ભાવનગર, તા.૧૩: તળાજા શહેર અને આસપાસના વિસ્તારોને તસ્કરો ઘમરોળી રહ્યા છે. ઉપરા છાપરી ચોરીના બનાવો બનતા હોવા છતાંય તળાજા પોલીસ મથકમાં ગોપનાથ રોડ પરથી સાત દિવસ પહેલા છકડો ચોરાયાની ફરિયાદ અને તલાજી નદી કાંઠે માળીની વાડીમાંથી ચંદનના ત્રણ વૃક્ષ કાપીને ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે.

તળાજા પોલીસ પાસેથી જાણવા મળતી વિગતોમાં નવી કામરોલ ગામે રહેતા યોગેન્દ્રસિંહ જુવાનસિંહ સરવૈયાના ડ્રાઈવર રેનિસ પીરાનીએ ગોપનાથ રોડ પર આવેલ ખોજા સોસાયટી ખાતે ગત તા.૫ની રાત્રીએ દુધના કેન ૧૩ ભરેલો છકડો નં.જીજે ૦૪એયૂ ૩૦૩૪ પાર્ક કરીને ઘરે મોડી રાત્રી બાદ સુવા ગયેલ. ત્યાર બાદ કેન ભરેલો છકડો કોઈ અજાણ્યા ઇસમ ચોરી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસ એ ૨.૪૦ લાખની મતાની ચોરીની ફરિયાદ નોંધેલ છે.

ચોરી ના બીજા બનાવમાં તલાજી નદી પાસે ગેરેજ ધરાવતા માળી ભરતભાઇ નારણભાઇ મકવાણાની નદી કાંઠે આવેલ વાડીમાંથી ગત રાત્રીના સમયે ત્રણ ચંદનના વૃક્ષો કાપી રૂપિયા ત્રણ લાખના વૃક્ષની ચોરી કરી ગયા ની ફરિયાદ નોંધાવેલ છે.

ગત.તા.૫ ની રાત્રી ના સમયે દુધના ખાલી કેન ભરેલ છકડો ચોરાયાની ઘટના પોલીસ દફતરે છકડા માલિક નોંધાવવા ગયા હતા.પણ બે ચાર દિવસ રાહ જુઓ તેમ કહી તાત્કાલિક ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવાનું ટાલ્યુ હતું.તેમ કહી છકડા માલિક એ જણાવ્યું હતુંકે જે સ્થળે થી છકડો ચોરાયો તેની સામેનજ મકાનમાં સીસીટીવી કેમેરા છે. જો તે ચેક કરવામાં આવેતો છકડો ચોરનાર બે નકાબ થાય તેમ છે. પોલીસ એ તત્કાળ પગલાં ભર્યા હોત તો તળાજા પોલીસને મુદ્દામાલ સાથે ચોરને પકડી લીધાનો યશ મળત.

(11:44 am IST)