Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

મોરબીમાં બે વિકલાંગ ભાઇઓ મોસીન અને સોહિલ ગૂમ

મોરબી, તા. ૧૩ : શહેરમાં બે વિકલાંગભાઇઓ ગૂમ થયાની પોલીસમાં જાહેરાત થઇ છે. ગત રાત્રીના સુમારે મોરબીમાં રહેતા બે વિકલાંગ ભાઇઓ ગુમ થઇ ગયા છે. એકનું નામ મોસીન અને બીજાનું નામ સોહિલ છે. બંને ભાઇઓમાંથી એક મૂંગો છે અને બીજો મદબુદ્ધિનો છે. જો કોઇને પણ આ બંનેમાંથી કોઇની ભાડ મળે તો મોરબી બી-ડીવીઝન પોલીસને જાણ કરવા વિનંતી છે અથવા તો તેના પિતા સિરાજ ભાઇને જાણ કરવા વિનંતી, સિરાજ ભાઇના મોબાઇલ નંબર ૯૬૩૮૮ ૮૪૦૭૭  પર જાણ કરવા વિનંતી. આ બંને ભાઇઓ રણછોડનગર સરદારજીના બંગલા પાછળથી ગૂમ થયેલ છે.

(11:43 am IST)