Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

લોધીકાના ગુન્હામાં વોન્ટેડ જીતેશ જોષીને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો

શાપર-વેરાવળ તા.૧૩ :.. લોધીકાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને રૂર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધો હતો.

રૂરલ એસપી બલરામ મીણા દ્વારા નાસતા ફરતા આરોપીઓને  પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય પીએસઆઇ યુ.એચ. વસાવા પેરોલ ફર્લો રાજકોટ ગ્રામ્ય ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. વી. હરયાણી તથા યુએસસી વિરરાજભાઇ ધાંધલ, યુપીસી મહેન્દ્રસિંહ સોલંકી, યુએચસી કરસનભાઇ કલોતરા, યુપીસી ભાવેશભાઇ મકવાણા તથા પીસી વિનયભાઇ રાજપૂત નાસતા ફરતા આરોપીઓની તપાસમાં  હતા તે દરમિયાન પો. કોન્સ. મહેન્દ્રસિંહ સોલંકીને મળેલ બાતમી આધારે છેલ્લા સાત માસથી લોધીકા પો.સ્ટે.ના ફર્સ્ટગુના રજીસ્ટર નંબર  પ૩-ર૦૧૮ આઇ.પી. કલમ ૩૭૬,૩૪ર, ૩ર૩, પ૦૪ તથા એટ્રોસીટી એકટ મુજબના કામે નાસતા ફરતા  આરોપી જીતેશ ઉર્ફે જીતુ  ભુરાલાલ જોષી પાલિવળ રહે. છાતીયાખેડી જી. ઉદયપુર, હાલ ભાવનગર તા. જી. ભાવનગર વાળાને પકડી પાડી લોધીકા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

(11:41 am IST)