Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

માંગરોળ પાસે ડમ્પરનું ટાયર બદલાવતાડ્રાઇવરનું અજાણ્યા વાહનની ઠોકરે મોત

જુનાગઢ તા. ૧૩: માંગરોળ પાસે ડમ્પરનું ટાયર બદલાવતાં ડ્રાઇવરનું અજાણ્યા વાહનની ઠોકરે મોત થયું હોવાનું જાણવા મળેલ છે.

આ અકસ્માતની વિગતો એવી છે કે, માંગરોળનાં મનસુખભાઇ રામાભાઇ ચુડાસમાનો નાનો ભાઇ મેઘજીભાઇ જીજે-૧૪-ડબલ્યુ-૧૬૭૩ નંબરનું ડમ્પર હંકારીને જઇ રહેલ.

ત્યારે માંગરોળનાં હુસેનાબાદનાં પાટીયા પાસે પંચર પડતા મેઘજીભાઇ ડમ્પરને રોડની સાઇડે ઉભું રાખી પંચરવાળુ ટાયર બદલાવી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને મેઘજીભાઇ (ઉ.વ. પ૪) ને હડફેટમાં લેતા તેનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું.

આ અકસ્માતની વિશેષ તપાસ પી.એસ.આઇ. એન. કે. વિંઝુડા ચલાવી રહ્યા છે.

(11:50 am IST)