Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

સુરેન્દ્રનગરમાં દારૂ પીને બે શખ્સોનો આતંકઃ લાકડીથી દુકાનોમાં તોડફોડ

વઢવાણ, તા., ૧૩: સુરેન્દ્રનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. શહેરના પતરાવાળી ચોક વિસ્તારમાં આજે બે શખ્સોએ દારૂ પીને આતંક મચાવતા ખળભળાટ મચી ગયો છે.

પતરાવાળી વિસ્તારમાં આવેલી જુદી જુદી દુકાનો આસપાસ બે શખ્સો દારૂ પીને આવી ગયા હતા અને હાથમાં મોટી લાકડી લઇને જુદી જુદી દુકાનોમાં તોડફોડ કરી હતી. આ શખ્સોએ ધમાલ મચાવતા લોકોના ટોળેટોળા પણ એકત્ર થઇ ગયા હતા. આ શખ્સોએ રપ જેટલી દુકાનોમાં તોડફોડ કરતા વેપારીઓએ દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી.

વેપારીઓ અને ટોળાએ એકત્ર થઇને આ બંન્ને દારૂડીયા શખ્સોને કાબુમાં કર્યા હતા ત્યાર બાદ મામલો થાળે પડયો હતો. (૪.૯)

(1:53 pm IST)