Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

લોકસભા ચૂંટણી સંદર્ભે

અમરેલી જિલ્લામાં ફરિયાદ નિવારણ ખર્ચ નિરીક્ષણ કમિટીની રચના

અમરેલી, તા.૧૩: ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાહેર જનતાને તેમજ સાચી વ્યકિતઓને તકલીફ ન થાય અને તેમની ફરિયાદોનું નિવારણ ત્વરિત કરવા માટે અમરેલી જિલ્લામાં ફરિયાદ નિવારણ કમિટીની રચના કરી કાર્યરત કરવામાં આવેલ છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આયુષ ઓક ફરજ બજાવશે. કન્વીનર તરીકે નોડલ અધિકારી ચૂંટણી ખર્ચ-વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એમ.પાડલીયા તેમજ સભ્ય તરીકે જિલ્લા તિજોરી અધિકારી શ્રી આર.વી.સુવાની નિયુકિત કરવામાં આવેલ છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરિયાદ નિવારણ કમિટી આ મુજબ કામગીરી કરશે. જેમાં પોલીસ ખર્ચ -વ- સ્ટેટીક ટીમ ખર્ચ -વ- ફલાઈંગ સ્કોવોર્ડ દ્વારા જપ્તી કરેલ દરેક કેસોની તપાસ કરશે. જપ્તી કરેલ કેસમાં કોઈ એફ.આઈ.આર. કે ફરિયાદ ન થઈ હોય અને માનક સંચાલન કાર્યપધ્ધતિ અનુસાર કોઈ રાજકિય પક્ષ કે ઉમેદવાર સાથે જોડાયેલ ન હોય તો તે અંગેના વિગતદર્શક હુકમ કરી જપ્તી કરેલ રોકડ છૂટી કરવાના તાત્કાલિક પગલાં લેશે.

છૂટી કરવામાં આવનાર રોકડ રકમ જો રૂ.૧૦ લાખથી વધુ હશે તો તે રકમ છૂટી કર્યા પહેલા આવકવેરા અધિકારીના નોડલને જાણ કરશે. આ ઉપરાંત ખર્ચ દેખરેખના નિયંત્રણના નોડલ અધિકારી રોકડ રકમ છૂટી કરવા અંગેની તમામ માહિતીનું રજીસ્ટર પણ નિભાવશે.

જેની તમામ રાજકિય પક્ષોએ અને ઉમેદવારો સહિત જાહેર જનતાએ નોંધ લેવી.

ખર્ચ દેખરેખ નિયંત્રણ કમિટી

અમરેલીઃ ભારતના ચૂંટણી પંચની ખર્ચ પર દેખરેખ નિયંત્રણ રાખવા અંગેની સૂચનાનુસાર જિલ્લામાં ખર્ચ નિયંત્રણ કમિટીની રચના કરી કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં અમરેલી જિલ્લામાં નિમણૂંક પામનાર ખર્ચ ઓબ્ઝરર્વરશ્રી, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આયુષ ઓક અને નોડલ અધિકારી ચૂંટણી ખર્ચ-વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એમ.પાડલીયાનો સમાવેશ થયેલ છે.

ખર્ચ અંગે ઉમેદવારે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ નોટીસનો જવાબ ૪૮ કલાકમાં આપવાનો હોય છે. જો નિયત સમય મર્યાદામાં ઉમેદવાર જવાબ આપે કે ન આપે તેના આધારે ઉમેદવારના ચૂંટણી ખર્ચ અંગેનો નિર્ણય જિલ્લા ખર્ચ નિયંત્રણ કમિટી કરશે.(૨૩.)

(12:07 pm IST)